Site icon Revoi.in

અભિનેતા વિક્રમ ગોખલેના મૃત્યુના સમાચાર અફવા હોવાની પુત્રીએ કરી પૃષ્ટિ – કહ્યું હાલ વેન્ટિલેટર સપોર્ટ પર

Social Share

બોલિવૂડમાં  જાણીતા  અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે પૂનેની હોસ્પિટલમાં વિતેલી રાતે નિધન થયું તે વાત દરેક સમાચારોમાં રાત્રેથી જ છવાય છે જ્યારે હવે.દિગ્ગજ અભિનેતા ગોખલે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને તેઓ જીવીત છે તેવી તેમના પુત્રી દ્રારા પૃષ્ટિ કરવામાં આવી છે

તેમની પુત્રી નેહા ગોખલેએ જણાવ્યું કે તેમના પિતાની  હાલત ગંભીર છે અને તેમના મૃત્યુના સમાચાર માત્ર અફવા છે. તેમની પત્ની વૃષાલી ગોખલેએ જણાવ્યું હતું કે, “તેઓ ગઈકાલે બપોરે કોમામાં  જતા રહ્યા હચા અને ત્યારથી, તેઓ કોઈ  હલનચલન કરી રહ્યા નથી. તેઓ વેન્ટિલેટર પર છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ  છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા,તેઓની તબિયતમાં  સુધારો જણાતો નહતો જેથી સ્થિતિ ગંભીર બનતી ગઈ અને તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે.અભિનેતા વિક્રમની પત્ની વૃષાલી ગોખલેએ કહ્યું કે અભિનેતા જીવિત છે.

વૃષાલી ગોખલેએ એ પણ હાઇલાઇટ કર્યું કે વિક્રમ ગોખલે 5 નવેમ્બરથી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં છે. “તેમની તબિયત થોડી  સુધરી હતી પરંતુ ફરીથી બગડી છે. તેઓને  હૃદય અને કિડની જેવી ઘણી બધી સમસ્યાઓ હતી.

Exit mobile version