Site icon Revoi.in

સાઉથના અભિનેતા વિષ્ણુ વિશાલ અને જ્વાલા ગુટ્ટા લગ્નના તાંતણે બંધાયાં

Social Share

મુંબઈઃ ભારતની જાણીતી મહિલા બેડમિંટન ખેલાડી જ્વાલા ગુટ્ટા અને સાઉથની ફિલ્મના અભિનેતા વિષ્ણુ વિશાલ લગ્નના તાંતણે બંધાયાં છે. તેમના લગ્ન હૈદરાબાદમાં યોજાયા હતા. બંનેના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં બંને ખુશ નજરે પડે છે.

સાઉથના અભિનેતા વિષ્ણુ અને જ્વાલા છેલ્લા કેટલાક વર્ષથી એક-બીજાને ડેટ કરતા હતા. તેમણે પોતોના સંબંધ અંગે બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા પણ જાણકારી આપી હતી. જ્વાલા અને વિષ્ણુ બંનેના આ બીજા લગ્ન છે. આ પહેલા જ્વાલાએ ચેતન આનંદ નામના ખેલાડી સાથે લગ્ન કર્યાં હતા. જો કે, 2011માં તેમણે છુટાછેડા લીધા હતા. જ્યારે વિષ્ણુ વિશાલે પ્રથમ લગ્ન ફિલ્મ પ્રોડ્યુસર રાગીણી નટરાજન સાથે વર્ષ 2010માં લગ્ન કર્યાં હતા. જો કે, વર્ષ 2018માં બંને છુટા પડ્યાં હતા. વિષ્ણુ અને રાગિણીને એક દીકરો પણ છે.

છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર જ્વાલાના કેટલાક ફોટો વાયરલ થયાં છે. જેમાં લોકો તેને મહેંદી અને હળદર લગાવતા નજરે પડે છે. વિષ્ણુ અને જ્વાલાએ આ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયામાં તારીખને લઈને જાહેરાત કરવામાં આવી હતી.

Exit mobile version