Site icon Revoi.in

અભિનેતા શાહીદ કપૂર અને કૃતિ સનેન સ્ક્રિન શેર કરતા જોવા મળશે – આવનારી ફિલ્મમાં બન્નેની લવ સ્ટોરીની કહાની

Social Share

મુંબઈ – બોલિવૂડની જાણતી અભિનેત્રી કૃતિ સેનન બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવામાં સફ સાબિત થી રહી છે તેનું ઉદાૈહરણ તાજેતરમાં જોવા મળ્યું છે જી હા કૃતિ હવે અભિનેતા શાહીદ કપૂર સાથે ફિલ્મ કરતી જોવા મળશે,

હાલમાં બોલિવૂડની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં તેની પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે.આ ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે શાહિદ કપૂર સાથે જોવા મળશે. હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે શાહિદ અને દિનેશ પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. હવે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી માટે કૃતિ સેનનની પસંદગી કરવામાં આવી છે. ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે કૃતિ શાહિદ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે કૃતિએ આ ફિલ્મ માટે પેપરવર્ક પૂર્ણ કરી લીધું છે અને ટૂંક સમયમાં જ ફિલ્મની જાહેરાત કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં લોકોને એક અનોખી લવસ્ટોરી જોવા મળશે. વાર્તાએ નવી જોડીની માંગ કરી હતી જે પછી બંને સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે.

કગહેવામાં ેમ પણ આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ ભારત સહિત ઘણા દેશોમાં કરવામાં આવશે. સ્ક્રિપ્ટ રીડિંગ સેશન અને વર્કશોપ સપ્ટેમ્બરમાં યોજાશે. જો કે આ ફિલ્મનું દિગ્દર્શન કોણ કરશે તે અંગે હજુ ખુલાસો થયો નથી