Site icon Revoi.in

એક્ટ્રેસ ભૂમિકા ચાવલાનો આજે જન્મદિવસ, સલમાન ખાનની ફિલ્મ તેરે નામથી કર્યું હતું ડેબ્યૂ

Social Share

મુંબઈ : એક્ટ્રેસ ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978 ના રોજ દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. આર્મી કર્નલની પુત્રી ભૂમિકાનું શિક્ષણ દિલ્હીમાં થયું છે. ભૂમિકા ચાવડાનું સાચું નામ રચના ચાવડા છે. તેને બાળપણથી જ અભિનયનો શોખ હતો. આ સપનું પૂરું કરવા દિલ્હીથી મુંબઈ આવ્યા.

ભૂમિકા ચાવડાએ વર્ષ 2003 માં સલમાન ખાનની ફિલ્મ તેરે નામથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જો કે, આટલી મોટી હિટ ફિલ્મ આપવા છતાં, ભૂમિકા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કારકિર્દી બનાવી શકી નથી. ભૂમિકાએ તેલુગુ ફિલ્મોથી અભિનયમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2000 માં તેમની ફિલ્મ યુવાકુડુ રિલીઝ થઈ હતી.

ભૂમિકા અદનાન સામી અને ઉદિત નારાયણના અનેક આલ્બમ્સમાં પણ જોવા મળી છે.તો,તેની બીજી તેલુગુ ફિલ્મ ખુશી માટે તેને બેસ્ટ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. વર્ષ 2004 માં ભૂમિએ સલમાન ખાન સાથે ફરી દિલ ને જીસે અપના કહામાં કામ કર્યું. જોકે, આ ફિલ્મમાં સલમાન અને ભૂમિકા સિવાય પ્રીતિ ઝિન્ટા પણ હતી.

ભૂમિકા ચાવડાએ અત્યાર સુધીમાં તમિલ-તેલુગુ અને મલયાલમમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ભૂમિકા આજે પણ ખૂબ સ્ટાઇલિશ અને સુંદર લાગે છે

Exit mobile version