Site icon Revoi.in

અભિનેત્રી મંજૂ સિંહનું નિધન,ગોલમાલ સહિત અનેક ફિલ્મોમાં કર્યું હતું કામ

Social Share

મુંબઈ:હિન્દી સિનેમામાંથી ફરી એકવાર દુખદ સમાચાર સામે આવ્યા છે.ટીવી શો નિર્માતા અને હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મંજુ સિંહનું 74 વર્ષની વયે નિધન થયું છે.

એક્ટ્રેસે અમોલ પાલેકરની ફિલ્મ ‘ગોલમાલ’થી દર્શકોમાં ખાસ ઓળખ મેળવી હતી.વર્ષ 1979માં આવેલી આ ફિલ્મમાં અભિનેત્રી રત્નાના રોલમાં જોવા મળી હતી.આ સિવાય અભિનેત્રીએ બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ વિશે માહિતી આપતાં ગીતકાર, ગાયક અને પટકથા લેખક સ્વાનંદ કિરકિરેએ મંજુ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને, તેણે દૂરદર્શનમાં તેમની સાથે કામ કરતા સમયને યાદ કર્યો.

અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું- ‘મંજુ સિંહજી નથી રહ્યા ! મંજુજી મને દિલ્હીથી મુંબઈ લઈ આવ્યા હતા.દૂરદર્શન માટે તેમનો શો સ્વરાજ લખવા માટે ! તેણે DD માટે ઘણા શો નાયબ કહાની, શો ટાઈમ વગેરે બનાવ્યા હતા. હૃષીકેશ મુખર્જીની ગોલમાલ કી રત્ના અમારી પ્યારી મંજુ જી નો પ્રેમ કેવી રીતે ભૂલી શકાય.. અલવિદા !’