Site icon Revoi.in

અભિનેત્રી મોની રોય 27 જાન્યુઆરીએ  ગોવાની આ સુંદર જગ્યા સુરજ નામ્બિયાર સાથે કરશે લગ્ન

Social Share

 

મુંબઈઃ- ટેલિવૂડની દુનિયાથી દર્શકોના દિલમાં ખાસ જગા બનાવનારી એક્ટ્રેસ મોનિ રોયે બોલિવૂડની શાનદાર સફર ખેડી છે, બોલિવૂડમાં પણ હવે જાણીતી બનેલી મોની લગ્નના બંધનમાં બંધાવા જી રહી છે, છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નની ચર્ચાઓ મીડિયામાં જોર શોરથી ચાલી રહી છે, ત્યારે ફાઈનલી હવે તેના લગ્નની ડેટ પણ જાહેર થઈ ચૂકી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અભિનેત્રી મોની રોય અને સૂરજ નામ્બિયાર 27 જાન્યુઆરી, 2022 ના રોજ ગોવાના કેન્ડોલિમમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે લગ્ન સમારોહમાં મર્યાદિત સંખ્યામાં લોકોને જ આમંત્રણ આપવામાં આવશે.

જો કે દેશમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને એક્ટ્રેસે ખૂબ જ ઓછા મહેમાનોને ઈન્વાઈટ કર્યા હોવાની માહિતી મળી છે.આ સાથે જ જે પણ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમણે આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત કરાવો પડશે,ઉલિલેખનીય છે કે  મૌની રોય-સૂરજ નામ્બિયારના લગ્ન આ લક્ઝુરિયસ હોટલમાં થશે.

જો કે તમને જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે મોનીના વલગ્નમાં માત્ર 50થી પણ ઓછા લોકોને જ બાલાવવામાં આવશે, તેના લગ્નમાં ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રોને આમંત્રિત કરી શકતી નથી. એટલા માટે તેણે નક્કી કર્યું છે કે તે કોરોનાના કેસ ઘટ્યા બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.જો મોનીાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.