Site icon Revoi.in

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક – ટવિટર અને ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

Social Share

મુંબઈ- બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે.તે ખાસ કરીને યોગા અને હેલ્થને લગતી બાબતો શેર કરતી રહેતી છેસ અવારનવાર તેના શો અને પ્રોફેશનલ લાઈફને લગતા અપડેટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ હવે શિલ્પાએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે  શિલ્પા શેટ્ટીએ આજરોજ  ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જે બ્લેક ફોટો  છે. આ ફોટો શેર કરતાં શિલ્પાએ લખ્યું, ‘સમાન વસ્તુઓથી કંટાળી ગઈ છું. બધી વસ્તુઓ એક સરખીજ દેખાઈ રહી છે. તેથી જ્યાં સુધી મને નવો અવતાર ન મળે ત્યાં સુધી હું સોશિયલ મીડિયામાંથી બ્રેક લઈ રહી છું.

આમ જોવા જઈતો આ અભિનેત્રી ક્યારેય આ રીતે સોશિયલ મીડિયામાંથી બ્રેક લેતી નથી , તેના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી ત્યારે પણ અભિનેત્રીએ સોશિયલ મીડિયાથી બ્રેક લીધો ન હતો. તે દરમિયાન તે સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહેતી હતી.

શુલ્પા શેટ્ટીની કામની જો વાત કરીએ તો તે હવે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળશે. તેમાં શિલ્પા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝમાં શિલ્પા ફુલ એક્શન કરતી જોવા મળશે.જો કે તેનું સોશિયલ મીડિયા માંથી આ રીતે બ્રેક લેવાનું કોઈ ચોક્કસ કારણ નથી જણાવ્યું ત્યારે નવો અવતારને લઈને તેના આપકમિંગ કાર્યને લઈને અનેક અટકળો વહેતી થઈ છે,કે શું શિલ્પા કોઈ નવો પ્રોજેક્ટ કરી રહી છે કે કોઈ નવી ફિલ્મ સાઈન કરી રહી છે.?

Exit mobile version