Site icon Revoi.in

અભિનેત્રી સોનાક્ષી સિન્હાની વેબસિરીઝ દહાડની રિલીઝ ડેટ આવી સામે, અભિનેત્રીનું ઓટીટી ડેબ્યું

Social Share

મુંબઈઃ- અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ બોલિવૂડ જગતમાં અનેક સફળ ફિલ્મો આપી છએ ત્યારે હવે અભિનેત્રી ઓટીટી પ્લેટફઓર્મ પર ડેબ્યુની તૈયારી છે, જાણકારી અનુસાર સોનાક્ષી સિન્હાની અપકમિંગ વેબ સિરીઝ દહાદને લઈને તે ચર્ચામાં છે.

અભિનેત્રી વેબસિરીઝ દહાદ દ્વારા તે OTT ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. હાઆ વેબ સિરીઝનું પ્રીમિયર બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાનાર છે. હવે આ વેબ સિરીઝની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રાઇમ વિડિયોએ આજે ​​તેની ક્રાઇમ ડ્રામા ઓરિજિનલ સીરિઝ, દહાદ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ વર્ષની શરૂઆતમાં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી પ્રથમ ભારતીય સિરીઝ બન્યા બાદ, દહાદ હવે 12 મે, 2023ના રોજ પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થશે.

જો આ વેબસિરીઝની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિંહા, વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં છે. દહાદનું નિર્દેશન રીમા કાગતી અને રૂચિકા ઓબેરોય દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિન્હા એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે .

Exit mobile version