Site icon Revoi.in

અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ,જાણો તેના જીવન સાથે જોડાયેલા કેટલાક ખાસ તથ્યો વિશે

Social Share

મુંબઈ:અભિનેત્રી સુમોના ચક્રવર્તી આજે ટીવી જગતમાં જાણીતું નામ છે.24 જૂન 1986ના રોજ લખનઉમાં જન્મેલી સુમોના ટીવી પર સતત એક્ટિવ રહે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે મોટા પડદા પર પણ કામ કર્યું છે, જોકે ત્યાં તેને સફળતા મળી નથી.બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવતી સુમોના આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે.તો આવો જાણીએ આ અવસર પર તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક ખાસ તથ્યો.

વર્ષ 1999માં આવેલી ફિલ્મ મનમાં આમિર ખાન સાથે મનીષા કોઈરાલા જોવા મળી હતી.આ ફિલ્મમાં અભિનેત્રી સુમોનાએ પણ કામ કર્યું હતું, જોકે તે સમયે તે માત્ર 11 વર્ષની હતી અને તેણે બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે પછી તેણે અભ્યાસને કારણે એક્ટિંગથી થોડો સમય દૂર કરી લીધો હતો.

અભિનેત્રી સુમોનાએ અભિનયની દુનિયામાં ફરી પોતાની સફર શરૂ કરી હતી પરંતુ આ વખતે તેણે મોટા પડદા પર નહીં પરંતુ નાના પડદા પર પોતાની નવી ઇનિંગ શરૂ કરી.અભિનેત્રીએ એકતા કપૂરના શો ‘કસમ સે’થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું.આ સિવાય તે ટેલિવિઝન પર ‘ડિટેક્ટીવ ડોલ’, ‘સુન યાર ચિલ માર’ કસ્તુરી વગેરે જેવા ઘણા કાર્યક્રમોમાં જોવા મળી હતી, પરંતુ તેના અભિનયને એટલી ઓળખ મળી ન હતી.

અભિનેત્રી સુમોના આજે માત્ર ટેલિવિઝન અભિનેત્રી તરીકે જ જાણીતી છે, પરંતુ જ્યાં તેણે આમિર ખાન સાથે બાળ કલાકાર તરીકે કામ કર્યું છે ત્યાં તેણે ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.સુમોનાએ સલમાનની ફિલ્મ કિક, રણબીર અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘બરફી’ અને ફિર સેમાં કામ કર્યું છે.

સુમોના ચક્રવર્તીને તેની અસલી ઓળખ એકતા કપૂરના શો ‘બડે અચ્છે લગતે હૈ’થી મળી હતી. રામ કપૂર અને સાક્ષી તંવર અભિનીત સિરિયલમાં સુમોનાએ નતાશાનું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તે લોકોમાં જાણીતી બની હતી. જો આપણે તેની કારકિર્દીના શિખર વિશે વાત કરીએ, તો કોમેડી નાઇટ વિથ કપિલે સુમોનાને ઘણી લોકપ્રિયતા અપાવી છે અને અભિનેત્રી આ શોમાં સતત સક્રિય છે અને આ શો માટે તગડી ફી લે છે. મળતી માહિતી મુજબ, સુમોના કપિલ શર્માના એક એપિસોડ માટે લગભગ છથી સાત લાખ રૂપિયા ચાર્જ કરે છે.

 

Exit mobile version