Site icon Revoi.in

અભિનેત્રી તબ્બુ ‘ભૂલ ભૂલૈયા 2’ના સેટ પર કોરોનાથી સુરક્ષિત રહેવા ‘Z પ્લસ કોરોના કવચ’માં જોવા મળી

Social Share

મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બોલિવૂડના કલાકારો પણ કોરોનાથી બચવાના અવનવા પ્રયત્નો કરી રહ્યા છે,ત્યારે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન, કિઆરા અડવાણી તથા તબ્બુ તાજેતરમાં ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ના શૂટિંગ બિધી જોવા મળી રહ્યાછે. ત્યાપે આ ફિલ્મને લઈને કાર્તિકે એક ફોટો શૅર કર્યો છે.

કાર્તિકે શેર કરેલા ફોટોમાં તબ્બુ એક ખાસ પ્રોટેક્ટરની પાછળ જોવા મળી હતી. કાર્તિકે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં કરીને લખ્યું છે કે,’વેલકમ બેક તબ્બુજી. તેમણે બાયો બબલમાંથી બહાર આવવાની ના પાડી દીધી. તે પોતાનું પોર્ટેબલ ઝેડ પ્લસ + બાયો બબલ સેટ પર લઈને જ આવતા હોય છે.’ આ શેર કરેલા ફોટોમાં અનીસ બઝ્મી તથા કિઆરા પણ નજરે પડી રહ્યા છે. તબ્બુનું આ સ્પેશિયલ કોરોના કવચ કાચનું બનેલું જોવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાંવધતા કેસોને લઈને લોકો સતર્ક તા દાખવી રહ્યા છે ત્યારે તબ્બુએ પણ પોતાને સુરક્ષિત રાખવા બબલમાં રહેવાનું પસંદ કર્યું છે.ઉલ્લેખનીય છે કે, કાર્તિક આર્યન તથા કિઆરાની આ ફિલ્મ 2007માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે

આ પહેલા શૂટિંગ લેટ શરુ થવાથી  તબ્બુએ ફિલ્મ છોડી દેવાના અહેવાલો સામે આવ્યા હતા,બીજી તરફ અનીસ બઝ્મીએ કહ્યું હતું કે તબ્બુએ ક્યારેય શૂટિંગની ના પાડી જ  નથી. સતત છેલ્લાં 10 મહિનાથી મુંબઈમાં તબ્બુની હાડરી જ નહી. કોરોનાના વધતા કેસને કારણે તે પરિવાર સાથે લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં રહેવા જતા રહ્યા હતા.

સાહિન-

Exit mobile version