Site icon Revoi.in

ફિલ્મ ‘ભૂલભલૈયા’ 2થી અભિનેત્રી તબ્બુએ પોતાનો ફર્સ્ટ લૂક શેર કર્યો, ખોફનાક અવાજ સાથેનો આ વીડિયો કર્યો શેર

Social Share

મુંબઈઃ- બોલિવૂડમાં ભૂલભૂલૈયા ફિલ્મ લોકોએ ખૂબ વખાણી હતી ત્યારે હવે આ ફિલ્મનો બીજો પાર્ટ પણ આવી રહ્યો છે,આ ફિલ્મમાં લીડરોલમાં કાર્તિક આર્યન જોવા મળશે ત્યારે સહઅભિનેયમાં તબ્બું પણ જોવા મળશે,આ સાથે જઅભિનેત્રીએ તાજેતરમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

તબ્બુ દ્રારા કરવામાં આવેલા શેર આ વીડિયોમાં અભિનેત્રી ખૂબ જ ડરેલી જોવા મળી રહી છે. આ સાથે વીડિયોમાં તબ્બુની પાછળ એક અરીસો જોવા મળે છે, જેમાં કાળા પડછાયાના વાળ ઉડતા જોવા મળે છે. શેર કરાયેલા આ ભયાનક વીડિયોને જોઈને દર્શકો અચંબામાં છેઆ પરથી કહી શકાયકે ભૂભૂલૈયા 2 ખોફનાક અને ડરાવની ફઇલ્મ હશે સાથે કોમેડિથી પણ ભરપુર હશે,

https://www.instagram.com/tabutiful/?utm_source=ig_embed&ig_rid=b012116d-bc0b-45b9-868b-105b824b1c04

ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 નું ટીઝર બહાર આવ્યું ત્યારથી દર્શકો આ ફિલ્મ માટે ઉત્સુક છે. દરમિયાન, અભિનેત્રી તબ્બુ, જે હવે આ ફિલ્મમાં જોવા મળી રહી છે, તેણે તાજેતરમાં જ આ ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.આ વીડિયોને શેર કરતા એક્ટ્રેસે લખ્યું, શેતાન કે દેવદૂત? કે વચ્ચે ક્યાંક…! આ સવાલ સાથે અભિનેત્રીએ ફિલ્મને લઈને સસ્પેન્સ વધારી દીધું છે. આ પહેલા અભિનેત્રી કિયારા અડવાણીએ પણ આ ફિલ્મનો પોતાનો પહેલો લુક શેર કર્યો હતો,ઉલ્લેખનીય છે કે ‘ભૂલ ભૂલૈયા 2’મા કાર્તિક આર્યન, કિયારા અડવાણી, રાજપાલ યાદવ, સંજય મિશ્રા અને તબ્બુ પણ જોવા મળશે. ભૂલ ભુલૈયા 2 એ વર્ષ 2022 ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે