Site icon Revoi.in

એક્ટ્રેસ યામી ગૌતમની ફિલ્મ  ‘લોસ્ટ’ સિનેમાઘરને બગલે હવે સીધી ઓટીટી પર થશે રિલીઝ

Social Share

મુંબઈઃ- દેશભરમાં કોરોના મહામારી બાદ ફિલ્મ જગતની ફિલ્મો સિનેમાના પરદે કરતા વધુ ઓટીટી પર આવી રહી છે,ઓટીટીનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે એમ કહીએ તો ખોટૂ નથી ત્યારે હવે અભિનેત્રી યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ પણ ઓટીટી પર રિલીઝ થવાની માહિતી મળી રહી છે.

તો બીજી તરફ તાપસી પન્નુ તેની હિન્દી ફિલ્મ ‘બ્લર’ને સિનેમાઘરોમાં રિલીઝ કરવાને બદલે સીધી OTT પર રિલીઝ કરશે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની ફિલ્મ ‘બ્લર’ નું મોશન પોસ્ટર શેર કરતાં, તાપસી પન્નુએ લખ્યું છે કે તેની ફિલ્મ ‘બ્લર’ 9 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ જી 5 પર રિલીઝ થશે. જણાવી દઈએ કે આ ફિલ્મ તાપસી પન્નુએ પોતે પ્રોડ્યુસ કરી છે.

હવે ફિલ્મ નિર્માતાઓ બોક્સ ઓફિસ કલેક્શનને ધ્યાનમાં રાખીને તેમની ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરવાનું સુરક્ષિત અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં, યામી ગૌતમની ફિલ્મ ‘લોસ્ટ’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થવાની જગ્યાએ સીધી OTT પર રિલીઝ થઈ રહી છે.

સત્ય ઘટનાઓથી પ્રેરિત, અનિરુદ્ધ રોય દ્વારા નિર્દેશિત, એટલે કે ગૌતમની ફિલ્મ ‘લોસ્ટ’ સિનેમાઘરોમાં રિલીઝ થવાને બદલે સીધી OTT પ્લેટફોર્મ ઝી ફાઈવ પર રિલીઝ થવા રહી છે. 

જો કે યામી ગૌતમની આ પહેલી ફિલ્મ છે જે સિનેમાઘરોમાં રિલીઝ થવાની જગ્યાએ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ એપિસોડમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓની ફિલ્મો સામેલ છે, જે થિયેટરોમાં રિલીઝ થવાને બદલે સીધી OTT પર રિલીઝ કરવામાં આવશે.

આ પહેલા વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’ , જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુડ લક જેરી’,તાપસી પન્નુની ફિલ્મ ‘હસીન દિલરૂબા’ નેટફ્લિક્સ પર અને ગયા વર્ષે ‘રશ્મિ રોકેટ ઝી ફાઈવ’ થિયેટરમાં રિલીઝ થયા વિના રિલીઝ થઈ હતી.