Site icon Revoi.in

કોરોનાના કેસોમાં સતત ઘટાડો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 26 હજાર જેટલા કેસ, એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી

Social Share

દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહેલો જોવા મળે છે એ મોટી રાહની વાત કહી શકાય,ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 હજાર 41 કેસ મળી આવ્યા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન 29 હજાર 621 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 97.78 ટકા જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસ પણ ઘટીને હવે 2 લાખ 99 હજાર 620 પર આવી ગયા છે. આ આંકડો 191 દિવસ પછી બહુ ઓછો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે  કે આજે સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટીને 30 હજારથી પણ ઓછી નોંધાઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 થી 40 હજારની વચ્ચે નોંધાઈ રહી હતી. આ આંકડાઓ બાદ નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે.

કોરોના મામલે નિષ્ણાતોનું કહેવું છે કે ભલે કોરોનાની સ્થિતિ અત્યારે સુધરી રહી હોય તેવું લાગે છે, પરંતુ તેના આંકડા ગમે ત્યારે વધી શકે છે.તેમાં પણ ખાસ કરીને આવનારા મોટા તહેવારોમાં લોકોની ભીડના કારણે કોરોનાના કેસોમાં ઉછાળો આવી શકે છે.

દેશમાં શનિવારે, સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળમાં 15 હજાર 951 નવા કેસ નોંધાયા છે, જ્યારે 165 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ રાજ્યમાં સંક્રમણ દર 0.94 ટકાજોવા મળે છે અને કેસ પણ ગયા સપ્તાહ કરતા પાંચ ટકા ઓછા થયેલા જોઈ શકાય છે. હાલની સ્થિતિ પહેલા કરતા સારી જોવા મળી રહી છે.