Site icon Revoi.in

કોલકાતામાં એડેનોવાયરસનો કહેર! 9 મહિનાના બાળક સહિત બે બાળકોના શ્વાસ સબંધી સંક્રમણને કારણે મોત

Social Share

કોલકાતા: દેશમાં અવનવા વાયરસો દસ્તક આપી રહ્યા છે.ત્યાં હવે કોલકાતામાં એડેનો વાયરસે  કહેર મચાવ્યો છે.કોલકાતાની બે સરકારી હોસ્પિટલોમાં શ્વાસ સબંધી સંક્રમણને કારણે વધુ બે નવજાતનાં મોત થયાં છે.સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી.

જો કે, તેમણે એમ પણ કહ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ મૃત્યુ માટે એડેનોવાયરસ જવાબદાર છે કે કેમ.અધિકારીના જણાવ્યા અનુસાર, હુગલી જિલ્લાના ચંદરનગરના રહેવાસી નવ મહિનાના બાળકનું મોત નીપજ્યું હતું, જયારે અન્ય એક બાળકનું સારવાર દરમિયાન  મોત થયું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર, બંને મૃત્યુ સોમવારે થયા હતા અને આ બાળકોને અન્ય જિલ્લાઓની હોસ્પિટલોમાંથી કોલકાતા રીફર કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ગયા શનિવાર અને રવિવારે ત્રણ બાળકોના શ્વાસોચ્છવાસના ચેપને કારણે મોત થયા હતા. આમાંથી એક બાળકનું મૃત્યુ એડેનોવાયરસના ચેપને કારણે થયું હતું.