Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષ માટે કામચલાઉ ધોરણે પ્રવેશની કાર્યવાહીનો પ્રારંભ કરાયો

Social Share

અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ જતા હવે આર્ટસ, કોમર્સ અને સાયન્સની કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેનો પ્રારંભ આજે સોમવારથી કરાયો છે. ધો.12 કોમર્સ અને આર્ટસનું પરિણામ પણ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનવિર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિદ્યા શાખાના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં કામ ચલાઉ પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલુ શૈક્ષણિક વર્ષે શરૂ થનારા પ્રવેશની પ્રક્રિયા માટેની પ્રાથમિક માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી છે. વિવિધ વિદ્યા શાખામાં કેન્દ્રીય ધોરણે મેરિટના આધારે ફક્ત ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા જ થશે. જે તે ફેકલ્ટીના પ્રવેશ માટે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિસ્તારના આધારે પ્રવેશ અંગેના હેલ્પ સેન્ટર રહેશે. પ્રવેશ માટે સંભવિત બેઠકો અનેં કોલેજોની યાદી માહિતી પુસ્તિકામાં પ્રસિદ્ધ કરવામાં આવી છે બોર્ડમાંથી ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓની સતાવાર માહિતી મળ્યા બાદ જ કાયમી પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વિદ્યાર્થીઓએ એડમિશન પોર્ટલ પર મૂકેલી માહિતી અનેં સૂચનાઓ વાંચતા રહેવું પડશે. જેથી નિયમિત માહિતી મળતી રહે. યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ પણ અમલ કરવાનું રહેશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધો. 12 આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. એટલે આ વખતે કોલેજોમાં પ્રવેશ માટેનો ઘસારો રહેશે. જરૂર પડશે તો કોલેજોને વર્ગ વધારવાની મંજુરી આપવામાં આવશે.

Exit mobile version