Site icon Revoi.in

બ્લીચ બાદ બળતરાથી બચવા અપનાવો આ ઘરેલું ઉપાય

Social Share

ઇન્સ્ટેટ ચમક અને સુંદર ચહેરા માટે ખાસ કરીને યુવતીઓ બ્લીચ કરાવે છે.બ્લીચમાં રહેલ કેમિકલ્સ ચહેરાને ગોરો બનાવે છે.પરંતુ બ્લીચ કર્યા પછી ચહેરા પર બળતરા થવા લાગે છે.કેટલીક મહિલાઓની ત્વચા સેન્સિટીવ હોય છે.કે તે લોકોને ઇન્ફેકશન થઇ જાય છે.એવામાં બ્લીચની બળતરાને ઓછી કરવા માટે કેટલીક ઘરેલું વસ્તુઓ અપનાવી શકો છો.તો આવો જોઈએ તે અંગે કેટલાક ઉપાય

બ્લીચ કર્યા પછી થતી બળતરાને ઓછી કરવા માટે ઠંડા દૂધનો ઉપયોગ કરી શકાય છે. ઠંડા દૂધમાં કોટન બોલને બોળો અને તેને પ્રભાવિત જગ્યાએ લગાવો. તેને 15 થી 20 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો.

બ્લીચ કર્યા પછી થતી બળતરાને ઓછી કરવા માટે બટાકાની છાલ વાપરી શકાય છે. તેમાં હીલિંગ ગુણધર્મો છે. આ માટે અસરગ્રસ્ત જગ્યાએ બટાકાની છાલ લગાવો અને તેને ઠંડા પાણીથી ધોઈ લો.

ચંદન પાવડર ઠંડુ હોય છે. આ ત્વચાની બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. આ માટે ગુલાબજળમાં ચંદનના પાવડરને મિક્સ કરો. તેને પ્રભાવિત જગ્યાએ 10 થી 15 મિનિટ માટે લગાવો અને તેને શુધ્ધ પાણીથી ધોઈ લો.

ચહેરા પર બ્લીચ કર્યા પછી થતી બળતરાને ઓછી કરવા માટે બરફ લગાવો.બરફનો ઉપયોગ કરવાથી બળતરા ઓછી થવા લાગે છે.

તમે તમારી ત્વચાને નાળિયેર પાણીથી ધોઈ શકો છો. તે રેડનેસ  ઘટાડવામાં મદદ કરી શકે છે.