જો તમારા ઘરમાં દરરોજ તકરાર થતી રહે છે અને પરસ્પર મતભેદો ઉભા થતા રહે છે, તો આ ઉપાય આ બધાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે નવરાત્રિના આખા 9 દિવસ સુધી સોપારી પર કેસર રાખો. ત્યારબાદ મા દુર્ગા સ્તોત્રનો પાઠ કરો. તેમજ નવરાત્રિ દરમિયાન ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને અંગત જીવનમાં શુભતા જળવાઈ રહેશે. આ ઉપાયથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે અને ઘરમાં કોઈ પરેશાનીઓ નહીં આવે.
આ ઉપરાંત નવરાત્રીના 5 દિવસે સવારે ઉત્તર તરફ પીળા આસન પર બેસીને સામે સરસવના તેલના 9 દીવા પ્રગટાવવા. સાથે જ દીવાની સામે ચોખાની ઢગલી કરો અને તેના પર શ્રીયંત્ર મૂકીને તેની પૂજા કરો. ત્યારબાદ એક થાળીમાં સ્વસ્તિક બનાવીને તમારી સામે રાખો અને પૂજા કરો. આ ઉપાયથી અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેશે અને ઘરમાં આશીર્વાદ રહેશે.
ઉલ્લેખનીય છે કે શારદીય નવરાત્રી મા દુર્ગાને સમર્પિત છે, આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર 2023 શરૂના થશે અને 24 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે.નવરાત્રિના આ નવ દિવસ માતાજીના નવ સ્વરૂપની પૂજા થાય છે, નવરાત્રિના આ તહેવાર માતાજીની આરાધના અને પુજાને સમર્પિત છે.આ 9 દિવસોમાં પૂજા અને ઉપવાસના કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
નવરાત્રીના નવ દિવસ જપ અને તપસ્યા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘરની આર્થિક તંગી અને ધનની અછત જેવી તમામ સમસ્યાઓ દૂર કરે છે. 9 દિવસનો આ ઉત્સવમાં માતાના 9 સ્વરૂપોની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને સાધના કરવામાં આવે છે.

