Site icon Revoi.in

તાલિબાનનો ચોંકાવનારો ખુલાસોઃ પોતાના લીડરનું આત્મઘાતી હુમલામાં મોત થયાની કબુલાત

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનની સત્તામાં 20 વર્ષ બાદ પ્રવેશ કરનારા તાલીબાને પોતાના સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદજાદાને લઈને સસ્પેન્શને લઈને પડદો ઉઠાવ્યો છે. મહિનાઓથી વહેતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હતો. તાલિબાને પોતાના લીડર હૈબતુલ્લાહના અવસાની પૃષ્ટી કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું કે, 2016માં તાલિબાના મુખિયા રહી ચુકેલા હૈબતુલ્લાહ અખુંદજાદાનું વર્ષ 2020માં પાકિસ્તાનમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં મોત થયું હતું. અફઘાનિસ્તાનમાં તાલિબાની વાપસી બાદથી તમામની નજર અખુંદજાજા ક્યાં છે તેની ઉપર ટકી હતી. આ પહેલા તે ગુમ થયો હોવાની વિગતો સામે આવી હતી. એટલું જ નહીં તે જેલમાં બંધ હોવાનું કેટલાક લોકોએ કહ્યું હતું. જો કે, હવે સમગ્ર મામલે તાલિબાને પોતાનું મૌન તોડ્યું છે. તેમજ કન્ફર્મ કર્યું છે કે, પોતાના સુપ્રીમ લીડરનું મોત થઈ ચુક્યું છે. અખુંદજાદા પાકિસ્તાની સેનાના સમર્થિત આત્મધાતી હુમલામાં મોત થયું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયામાં હૈબતુલ્લાહની તસવીરો પણ જની છે. અન્ય રિપોર્ટ અનુસાર તાબિનાની સિનિયર નેતા આમિર-અલ-મુમિનિનને હૈબતુલ્લાહના મોત અંગે ચોખવટ કરી છે. તેમજ તેમને શહીદ તરીકે દર્શાવામાં આવ્યાં હતા.