Site icon Revoi.in

રાજઘાની દિલ્હી 3 દિવસ બાદ આજે ફરી લોકોની ભીડથી ધમધમતું થયું, રોજ કરતા ટ્રાફિક પોલીસને આ દિવસોમાં 6 ગણા વઘુ કોલ આવ્યા

Social Share

દિલ્હીઃ-  રાજઘાની દિલ્હીમાં જી 20 સમિટને લઈને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા ત્યારે આજરોજ સોમવારની વહેલી સવારથી જ દિલ્હીમાં લોકોની તહેલ પહેલ જોવા મળી હતી 3 દિવસ બાદ દિલ્હી ફરી લોકો અને રસ્તાઓના ટ્રાફિકથી ઘમધમતું થયું છે.

ઉલ્લેખનીય છે કે જી 20  સમિટ રવિવારે પૂર્ણ થઈ ગઈ છે.જેથી આજે સવારથી જ દિલ્હીના રસ્તાઓ પર ફરી એ જ ટ્રાફિકથી ભર્યા જોવા મળ્યા હતા. ત્રણ દિવસ બાદ દિલ્હી આજથી ફરી સામાન્ય દેખાઈ રહ્યું છે. જી-20 સમિટને કારણે રદ કરાયેલી ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ગયું છે. બસો પોતપોતાના રૂટ પર ફરી દોડી રહી છે.