Site icon Revoi.in

PFI પર 5 વર્ષના પ્રતિબંધ બાદ હવે ટ્વિટર એકાઉન્ટ પણ કરાયું બેન

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસે સરકારે PFI પર પ્રતિબંધ લાદ્યો હતો ત્યારે બાદ સરકારના આ નિર્ણયને અનેલ લોકોએ આવકાર્યો હતો ,ત્યારે હવે સરકારે સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્વિટર એકાઉન્ટ પર સખ્તી વર્તી છે. કેન્દ્ર એ હવે આ સંગઠનને લગતા ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેન્દ્ર સરકારે સંગઠન પર કડક કાર્યવાહી કરી છે. તેના ઘણા નેતાઓ અને કાર્યકરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હવે તેનું ટ્વિટર એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

આ સહીત ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધની સાથે બે પાનાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં સંસ્થાની પ્રવૃતિઓથી લઈને તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીની સંપૂર્ણ વિગતો છે.

કેન્દ્ર સરકારે તેનું ટ્વિટર એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્વિટર ઈન્ડિયાએ આ પગલું કેન્દ્ર સરકારની ફરિયાદ પર ઉઠાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે જ PFI પર પ્રતિબંધ મૂક્યો હતો.ત્યાર બાદ આ નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે બુધવારે ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો, તેના પર આઈએસઆઈએસ જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે “લિંક” હોવાનો અને દેશમાં સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે PFI ના આઠ સહયોગી સંગઠનો જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વુમન ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળનો પણ સમાવેશ થાય  છે.