Site icon Revoi.in

કપાસના પાકમાં લાંબો સમય તેજી બાદ હવે મંદીની મોકાણ, મણે રૂપિયા150નો ભાવ ઘટાડો

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ કપાસના પાકના ઉત્પાદમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને ગત ચોમાસામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું સારૂએવું ઉત્પાદ થયુ છે. જિલ્લાના માર્કેટયાર્ડમાં દિવાળી બાદ કપાસની ધૂમ આવક થઈ હતી. અને ખેડુતોને કપાસના સારા ભાવ મળ્યા હતા. કપાસના ભાવમાં ભારે તેજી રહ્યા બાદ હવે ભાવમાં એકાએક રૂપિયા 150 જેટલો ઘટાડો થતાં મંદીની મોકાણ શરૂ થઈ છે.

સુરેન્દ્રનગર  જિલ્લો  કપાસના ઉતપાદનનું પીઠુ ગણાય છે. હાલ જિલ્લાના કપાસ બજારમા લાંબા સમય બાદ મંદી જોવા મળી છે.આથી એક મણે 150 રૂપિયા નો ઘટાડો આવતા હાલ રૂ.1775 રૂપીયા મણે નીચે ભાવ બોલાવા લાગ્યા છે.આમ મંદી આવતા બજારમાં આવક ઘટી છે અને ખેડૂતો ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લો કપાસના ઉત્પાદન અને વાવેતર ક્ષેત્રે રાજયમાં અવ્વલ નંબરે આવે છે. અહીંના વાયદાના બજારના ભાવમાં સુરેન્દ્રનગરના ભાવની અસર દેશ અને વિદેશના બજારમાં અસર જોવા મળે છે. કપાસના ભાવ લાંબા સમયથી મણે રૂ.1,925થી ઉપર જોવા મળતો હતો. જે એકા એક લાંબા સમય બાદ કપાસનામાં મંદી જોવા મળી અને વાયદો 150ના ઘટાડા સાથે રૂ.1775 રૂપિયાની નીચે બોલાવા લાગ્યો છે.આમ ભાવ રૂ.1775 બોલાવા લાગતા એકા એક ભાવમા ઘટાડો આવવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.આથી  કેટલાક ખેડુતો હાલ કપાસ સંધરી રાખી ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે.આથી માર્કેટીંગયાર્ડમાં કપાસની આવક ઘટી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં આ વર્ષે કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદ થયું છે. પરંતુ હાલ વિદેશમાં માગ ઘટતા કપાસના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જો વિદેશમાં કપાસની ખરીદીના નવા ઓર્ડર મળે તો જ ભાવ વધી શકે તેવી શક્યતા છે. વિદેશી માંગ ઘટતા અને ખોળ કપાસીયા અને તેલબજારમાં ઘટડાને લઈને કપાસના ભાવભા ઘટાડો જોવા મળ્યો હતો તેજી મંદી માગ પર આધારિત હોય છે. ( FILE PHOTO)