1. Home
  2. Tag "Cotton"

સૌરાષ્ટ્રમાં કપાસના પાકમાં સુકારાનો અને મગફળીના પાકમાં સફેદફૂગના રોગચાળાથી ખેડૂતો ચિંતિત

રાજકોટઃ ચોમાસા દરમિયાન સારા વરસાદને લીધે આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો હતો. અને ખેડુતો પણ સોળઆની પાકનો ઉતારો લઈ શકાશે તેની આશાએ ખૂશ હતા. ત્યાં જ કપાસ અને મગફળીના પાકમાં રોગચાળાએ ખેડુતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખરીફ પાકમાં કપાસનું 1914300 હેકટરમાં અને મગફળીનું 1258800 હેક્ટરમાં વાવેતર થયું છે. હાલ ભાદરવા માસના તડકાના […]

ગુજરાતઃ 61 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, કપાસનું સૌથી વધુ 25.39 લાખ હેક્ટરમાં વાવેતર

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતા રાજ્યમાં 61.30 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જે ગતવર્ષની સરખામણીએ 110 ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં સાર્વત્રિક […]

ભારતીય કપાસ નિગમ લિમિટેડએ ટેકાના ભાવે કપાસની ખરીદી,ખેડૂતોમાં ખુશીનો માહોલ

દિલ્હી : ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) એ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી છે. આ ન્યૂનતમ ટેકાના ભાવની (MSP) યોજના કપાસના ખેડૂતોને તેમના વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ન્યૂનતમ ટેકાના (MSP) દરો પર વેચવા માટે વૈકલ્પિક માર્કેટિંગ પ્રણાલી […]

સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખેડુતોએ કપાસના પુરા ભાવ ન મળતા સંગ્રહ કર્યો, આવતા વર્ષે કપાસ વેચશે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કપાસનું ઉત્પાદન મોખરાનું સ્થાન ધરાવે છે. દર વર્ષે જિલ્લામાં કપાસની અંદાજે 7થી 8 લાખ ગાંસડી એટલે કે 1 ગાંસડીમાં 25 મણ કપાસ ગણતાં 20 કરોડથી વધુ ઉત્પાદન થાય છે. આ વર્ષે કપાસના ભાવ ઓછા આવવાને કારણે ખેડૂતોએ અડધો કપાસ જ વેચ્યો છે એટલે કે આવતા વર્ષે સારા ભાવની આશાએ ઘણાબધા ખેડુતોએ કપાસનો […]

કપાસની વેલ્યુ ચેઇન માટે પરીક્ષણ સુવિધાઓ મજબૂત કરવામાં આવશે: ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે કપાસની મૂલ્ય શૃંખલા માટેની પહેલોની પ્રગતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં ટેક્સટાઇલ એડવાઇઝરી ગ્રૂપ (TAG) સાથે પાંચમી ઇન્ટરેક્ટિવ બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કાપડ ઉદ્યોગમાં સારી ગુણવત્તાના કપાસનો પુરવઠો વધારવા માટે સ્પષ્ટીકરણ નંબર IS12171: 2019-કોટન ગાંસડી હેઠળ કપાસની […]

હિંમતનગર માર્કેટ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક પણ ભાવમાં એકાએક ઘટડો થતાં ખેડુતોમાં નારાજગી

હિંમતનગરઃ ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે કપાસનું મબલખ ઉત્પાદન થયુ છે. દિવાળી પહેલા અને ત્યારબાદ કપાસના સારાભાવ ખેડુતોને મળતા હતા.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેના લીધે ખેડુતોમાં નારાજગી જાવા મળી રહી છે. સાબરકાંઠામાં ગત વર્ષે કપાસના 2000 હજાર રૂપિયા મળવાને લઈને ખેડૂતોએ 48 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું […]

કપાસના પાકમાં લાંબો સમય તેજી બાદ હવે મંદીની મોકાણ, મણે રૂપિયા150નો ભાવ ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ કપાસના પાકના ઉત્પાદમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને ગત ચોમાસામાં સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું સારૂએવું ઉત્પાદ થયુ છે. જિલ્લાના માર્કેટયાર્ડમાં દિવાળી બાદ કપાસની ધૂમ આવક થઈ હતી. અને ખેડુતોને કપાસના સારા ભાવ મળ્યા હતા. કપાસના ભાવમાં ભારે તેજી રહ્યા બાદ હવે ભાવમાં એકાએક રૂપિયા 150 જેટલો ઘટાડો થતાં મંદીની મોકાણ […]

કપાસના ભાવમાં એકાએક ઘટાડો થતાં લખતરના માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી આવક ઘટી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ગત વર્ષથી સારા ભાવ મળવાને લીધે ખેડુતોએ કપાસનું સારૂએવું વાવેતર કર્યું હતું. અને સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું વિપુલ ઉત્પાદન થયું છે. અને મોટી સંખ્યામાં ખેડુતો કપાસ વેચવા માટે માર્કેટ યાર્ડ્સમાં આવી રહ્યા છે. જોકે છેલ્લા બે-ચાર દિવસથી કપાસના ભાવમાં ઘટાડો થતાં માર્કેટયાર્ડ્સમાં કપાસની આવક […]

બોટાદમાં પ્રતિદિન 15000 મણ કપાસની આવક સાથે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડંસ પણ આવકથી ઊભરાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસનું સારૂએવું ઉત્પાદન થયું છે. ગત વર્ષની તુલનાએ કપાસનું વાવેતર પણ વધારે થયું હતું. અને સમયાંતરે પડેલા વરસાદને કારણે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં કપાસનું વધુ થયું છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે. જેમાં બોટાદના માર્કેટ યાર્ડમાં રોજ 15000 મણની આવક થઈ રહી છે. સૂત્રોના […]

ઝાલાવાડ પંથકમાં સમયાંતરે પડતા વરસાદને લીધે કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં આ વખતે કપાસનું રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું. અને શરૂઆતથી માફકસરના વરસાદને લીધે કપાસનો પાક સારોએવો ફાલ્યો છે. જેના લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ હન્યા હતા. ત્યાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદના સમયાંતરે વરસાદના ભારે ઝાપટાં પડી રહ્યા હોવાથી કપાસના તૈયાર થયેલા પાકને નુકશાન થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજાને વિદાય માટે વિનવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code