1. Home
  2. Tag "Cotton"

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસ અને મગફળીના પાકની આવકમાં વધારો, સારા ભાવથી ખેડુતો ખૂશ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદને કારણે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન થવાની ધારણા છે. જેમાં તમામ માર્કેટ યાર્ડ્સમાં મગફળી અને કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. મગફળીની આવક આશરે રોજીંદી પંદર હજાર ગુણી અને કપાસની પાંચ હજાર મણ સુધી પહોંચી ચૂકી છે. જોકે નવી આવકની સાથે ભાવ પણ સડસડાટ નીચે ઉતરવા લાગ્યા છે. અઠવાડિયાથી વરાપ […]

ઝાલાવાડમાં કપાસના પાકમાં ગુલાબી ઇયળ અને ચુસિયા રોગથી ખેડૂતો પરેશાન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કપાસનું સારૂ એવું વાવેતર થયુ હતું. અને સમયાંતરે પડેલા વરસાદને કારણે કપાસનો પાક પણ સારોએવો ફાલ્યો છે. અને પાક નીકળવાની તૈયારીમાં છે. ત્યારે કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ચુસીયાના રોગથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે દવાનો છંટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય છે, તેમ કૃષિ નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા […]

ગુજરાતમાં 30 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતરઃ કપાસનું વાવેતર વધ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતો પણ ખરીફ પાકના વાવેતરમાં જોતરાયાં છે. રાજ્યમાં 30 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 23 લાખ હેકટરમાં થયું છે. આમ રાજ્યમાં લગભગ 35 ટકા વાવણી થઈ ચુકી […]

સિંચાઈની સુવિધા ધરાવતા ખેડુતોએ કપાસ અને મગફળીની આગોતરી વાવણીનો કર્યો પ્રારંભ

રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના આમગનને હજુ પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ખેડુતોએ વાવણી માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ ખેડુતો વાવણીના શ્રીગણેશ કરશે, જ્યારે કેટલાક ખેડુતો કે જેમની પાસે સિંચાઈની સુવિધા છે, બોર-કૂવામાં પુરતું પાણી છે તેવા ખેડુતોએ કપાસ અને મગફળીની વાવણીનો પ્રારંભ કરી દીધો છે.  સૌરાષ્ટ્રમાં પાણીની સુવિધા […]

કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જાણીતા પીઢ કપાસ મેન સુરેશભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. સૂચિત કાઉન્સિલની પ્રથમ […]

અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, ખેડૂતોને સારા ભાવ મળ્યા

યાર્ડમાં કપાસની પુષ્કળ આવક ખેડૂતોને મળ્યા સારા ભાવ 1600 થી 2070 સુધી ભાવ મળ્યા અમરેલી: બગસરા માર્કેટિગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દરરોજ આશરે કપાસની 5 થી 6 ગાડીની આવક થઈ રહી છે અને ખેડુતોને 1600 થી 2070 સુધી ભાવ મળી રહ્યા છે. […]

અમદાવાદમાં પીરાણા-પીપળજ રોડ પરના કોટનના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઈટરો દોડી ગયા

અમદાવાદઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. જેમાં મધરાત બાદ રૂના એક ગોદામમાં આગ ફાટી નિકળતા ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ સાથે ફાઈટરો ધસી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. શહેરના પીરાણા પીપળજ રોડ પર સ્થિત રૂના ગોડાઉનમાં ગત મધરાત બાદ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડની […]

ઉપલેટા વિસ્તારમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો આતંક,50 ટકા ઉત્પાદન ઘટવાની ભીતી

રાજકોટઃ  જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેડૂતો સતત છેલ્લા ત્રણ વર્ષથી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત સંકટનો સામનો કરી રહ્યા છે આકાશી અને માનવ સર્જિત આફતને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ જેવી સ્થિતિ થઈ છે. આ વર્ષ થોડી આશા હતી કે કપાસનો પાક થશે અને સારા એવા ભાવ મળશે તો ખેડૂત દેવાના ડુંગરમાથી બહાર આવશે […]

ભાવનગર, પાલિતાણા અને મહુવા યાર્ડમાં કપાસ,મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

ભાવનગરઃ જિલ્લામાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે. દિવાળી બાદ ભાવનગર, મહુવા અને પાલીતાણાના માર્કેટ યાર્ડો ફરી ધમધમતા થયા છે. ચોમાસાના બે મુખ્ય પાક મગફળી અને કપાસના વેચાણ માટે ખેડૂતોનો ધસારો વધ્યો છે. જો કે મહુવા યાર્ડમાં મગફળીની આવક વધી જતા ગુરૂવારથી મગફળી લાવવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગર યાર્ડના સૂત્રોના જણાવ્યા […]

ધોરાજીમાં કપાસની અને જામજોધપુર યાર્ડમાં મગફળીની ધૂમ આવક

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની કૃપા સારીએવી રહી છે. તેના લીધે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. મગફળીની જેમ કપાસનું ઉત્પાદન પણ સારું થયુ  છે ત્યારે તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી થઇ રહી છે,  કપાસની આવક 1200  ગાંસડીથી શરૂ થઇ હતી અને હાલ રોજની 300  ગાંસડી જેટલી આવક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code