1. Home
  2. Tag "Cotton"

અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવકઃ યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખૂશખૂશાલ

અમરેલીઃ જિલ્લામાં આ વર્ષે સાનુકૂળ હવામાન અને વરસાદને લીધે ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયુ છે. જિલ્લાની બાબરા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મબલખ આવક થઈ રહી છે. બાબરામાં 21 હજાર મણ કરતા પણ વધુ મણ કપાસની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈ ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકનું વેંચાણ […]

સૌરાષ્ટ્રમાં વરાપ નિકળતા ખેતરોમાં કપાસ વિણવાનું કાર્ય શરૂ, સારાભાવની આશાએ ખેડુતો પણ ગેલમાં

રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિદાય લેતા અને વરાપ નીકળતા હવે એક તરફ કપાસ વિણવામાં ગતિ આવે એમ છે અને બીજી તરફ રૂના ભાવમાં તેજી થઈ ગઈ છે. રૂના ભાવમાં છેલ્લા મહિનામાં રૂ. 2300થી 2500 ઉંચકાઈને રૂ. 57,500-58,000 થઈ ગયા છે. ક્યાંક ક્યાંક રૂ. 60 હજારનો ભાવ પણ થઈ ગયો છે. રૂની તેજી નવા કપાસની આવકને […]

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિતઃ કપાસમાં ઈયળનો ઉપદ્રવ અને મગફળીના પાકમાં સુકારો

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત એટલે કે ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊંચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. […]

કપાસના સારા ભાવ મળતા હોવા છતાં આ વર્ષે કપાસનું વાવેતર વધી શક્યું નહીં

રાજકોટઃ રાજ્યમાં મેઘરાજાના સમયસરના આગમનને લીધે મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું હતું. જો કે, ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આકાશમાં વાદળો ગોરંભાયેલા છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સરકારી ચોપડે વાવણી પાછલા વર્ષથી સહેજ વધીને 70.67 લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ છે પણ હવે વરસાદ ન પડતા […]

સોરઠ પંથકમાં ખેડુતોએ કપાસ કરતા સોયાબીનનું વધુ વાવેતર કર્યું

અમદાવાદ: સૌરાષ્ટ્ર પંથકમાં રાહ જોવડાવ્યા બાદ ફરી ચોમાસાનો માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી ઝરમરીયા વરસાદને કારણે કૃષિ પાકને ખૂબ ફાયદો થયો છે. જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદને લીધે ખેતી પાકોને જીવતદાન મળ્યું છે. ખેતરમાં રહેલા મગફળી, અને કપાસના પાકને વરસાદને લઈને ફાયદો થયો છે અને હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ચોમાસું પાકોમાં […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ 20 ક્લોના રૂ.1605 મળતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખેડુતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પડધરી તેમજ લોધીકા તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તાજેતરમાં કપાસનો  મણ દીઠનો ભાવ ઓલ ટાઈમ હાઈ રેઈટ રૂ.1605એ પહોંચ્યો છે. જિનર્સ, સ્પિનર્સ અને ડેનિમ કંપનીઓની લગાતાર ખરીદીના કારણે સારી ગુણવત્તાના કપાસનો ભાવ સતત ઉપર જઈ […]

ગુજરાતમાં 99382 હેકટરમાં કપાસનું તથા 94518 હેકટરમાં મગફળીનું વાવેતર

રાજ્યમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી તમાકુના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો તેલિબીયાનું વાવેતર વધ્યું અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ બેસતાની સાથે જ ખેડૂતોએ ખરીફ પાકની વાવણીની શરૂઆત કરી છે. ત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 9 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં ચાલુ વર્ષે ખેડ઼ૂતોએ અત્યાર સુધી સૌથી વધારે મગફળી અને કપાસનું વાવેતર કર્યો […]

કપાસનો રેકોર્ડબ્રેક ભાવ થતાં ગુજરાતમાં કપાસના વાવેતરમાં સરેરાશ 10 ટકા વધવાની શક્યતા

ગાંધીનગરઃ ખેડુતોને આ વર્ષે કપાસના ભાવ સારા મળશે તેવી આશા બંધાણી છે. કપાસનો ભાવ એક મણે રુ. 1500ની ઉચ્ચતમ સપાટીએ પહોંચી જતા ગુજરાતમાં વાવેતર 10 ટકા જેટલું વધવાની ધારણા વ્યક્ત થઇ રહી છે. કપાસના ઉંચા ભાવ અને મગફળીના વાવેતરમાં વધુ ખર્ચ આવી રહ્યો છે, એટલે ખેડૂતો કપાસ તરફ વધારે ધ્યાન આપશે. ઇયળો સામે વધારે પ્રતિકાર […]

ખરીફ સીઝનમાં મગફળી કરતા કપાસનું વધુ વાવેતર થવાની શક્યતાઃ મગફળીનું વાવેતર સ્થિર રહેવાનો અંદાજ

રાજકોટ : ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેડુતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે પ્રથમ વાવણીલાયક વરસાદ પછી વેગ આવશે પણ અત્યારથી કઇ જણસનું વાવેતર વધશે તેની અટકળો મંડાવા લાગી છે. મગફળી અને કપાસ ગુજરાતના મુખ્ય પાકો છે એટલે એના પર સૌની નજર હોય છે. આ વર્ષે પણ બન્ને પાકો […]

સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ મણના રૂા. 1556માં વેચાતા ખેડુતો ખૂશખૂશાલ

રાજકોટઃ રાજ્યમાં ખડુતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાની કાયમ ફરિયાદો ઉઠતી હોય છે.પણ આ વખતે કપાસના ભાવ રૂપિયા 1556 મળતા ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. ખરીફ વાવણીનો સમય શરૂ થવા પૂર્વે કપાસનો ભાવ ગુજરાતમાં એક મણે રૂા.1500ની ઐતિહાસિક સપાટી વટાવીને રૂા.1556 સુધી પહોંચી ગયો છે. બે ત્રણ વર્ષ પહેલા કપાસનો ભાવ માંડ રૂા.1200 સુધી સમગ્ર સીઝનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code