Site icon Revoi.in

દેશમાં 100 દિવસથી વધુના સમયગાળા બાદ કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં રાહત મળશી ચૂકી હતી જો કે છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસ અચાનક વધવા લાગ્યા છે 100 દિવસ બાદ ફરી નવા કેસનો આંકડો 500ને પાર પહોચ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં લખ્યું છે કે, “જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં કોવિડ-19ના પ્રકોપમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે કેટલાક રાજ્યોમાં કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવીટી દરમાં ધીમે ધીમે વધારો એ એક ચિંતાજનક મુદ્દો છે જેને તાત્કાલિક ઉકેલવાની જરૂર છે,”

પ્રાપ્ત વિગત પ્રમાણે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ 113 દિવસના લાંબાગાળા બાદ દેશમાં કોરોનાના 524 નવા  કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 3 હજાર 618 થઈ ગયા છે. આ સાથે જ જો કોરોનાથી થતા મૃત્યુની વાત કરીએ તો તે  મૃત્યઆંક વધીને 5,30,781 થઈ ગયો છે. કેરળમાં એક મોતની પુષ્ટિ થઈ છે. કોવિડ કેસની સંખ્યા 4.46 કરોડ નોંધાઈ હતી.

આ સાથે જ સાજા થનારાનો દર વધુ છે.રાષ્ટ્રીય કોવિડ -19 રિકવરી રેટ 98.80 ટકા નોંધવામાં આવ્યો છે.  જ્યારે કેસમાં મૃત્યુદર 1.19 ટકા નોંધાયો હતો.  દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.