Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ વધારા બાદ સીએનજીનો ભાવ પણ રૂપિયા 63એ પહોંચી ગયો

Social Share

અમદાવાદઃ સીએનજી ગેસમાં છેલ્લા 10 દિવસમાં રૂપિયા 6નો ભાવ વધારો થયો છે. સીએનજી ગેસની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ અસહ્ય વધારો થઈ રહ્યો છે. સીએનજી ભાવમાં વધારાના લીધે ખાનગી સહિત ટ્રાન્સપોર્ટરોને આર્થિક બોજા પડ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાને લીધે જીવન જરૂરિયાતની તમા ચિજ-વસ્તુઓ મોંઘીદાટ બની રહી છે. સીએનજીમાં ભાવ વધારોને લઈ હવે અમદાવાદના રિક્ષા ચાલકો પણ ભાડાંમાં વધારો કરવાની માગણી કરી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થતાં મોંઘવારીઓ માઝા મુકી છે. પેટ્રોલ-ડિઝલના ભાવની સરખામણીએ સીએનજીના ભાવ અડધાથી ઓછા હતા તેથી પેટ્રોલ સંચાલિત વાહનો સીએનજીમાં તબદીલ કરવા વાહનમાલિકોએ લાઈનો લગાવી દીધી હતી. ટ્રક-ટ્રાન્સપોર્ટ ઓપરેટરો પણ સીએનજી સંચાલિત ટ્રકની ખરીદી કરવા લાગ્યા હતા. પણ સરકારે સીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. સીએનજીનો અગાઉ 30 સપ્ટેમ્બરના રોજના રૂપિયા 56.30 ભાવ હતો. આ પછી 1 ઓક્ટોબરથી 21મી સુધીમાં રૂપિયા 6.69નો વધારો થયો છે. 18મીએ દોઢ રૂપિયાનો વધારો થતાં થતાં સીએનજીનો ભાવ 62.99એ પહોંચી ગયો છે. સીએનજીમાં પણ સતત ભાવ વધારો થઇ રહ્યો છે. એક સંચલાકના જણાવ્યા મુજબ આગામી દિવાળી સુધીમાં ભાવ વધારાની શક્યતા છે. ટ્રાન્સપોર્ટરોએ સીએનજી ભાવ વધારાની સામે ભાડાના દરમાં વધારો કરવા માગ કરી છે. અમદાવાદના રિક્ષાચાલક યુનિયને પણ મીટરના ભાડાંમાં વધારો કરવાની માગણી કરી છે. રિક્ષાચાલકોની માગણી છે.કે, સીએનજીમાં ભાવમાં અસહ્ય વધારાથી હવે સરકારે મીટર પ્રમાણે નક્કી કરેલા ભાડાં પોસાતા નથી.