Site icon Revoi.in

આલિયા ભટ્ટ બાદ હવે અભિનેત્રી આથિયા શેટ્ટી પણ બનશે દુલ્હન – કેએલ રાહુલ સાથે  લગ્નની તૈયારીઓ શરુ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં બી-ટાઉનમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન જોરશોરથી કરવામાં આવ્યા હતા, કોરોના બાદ જાણે બીટાઉનમાં લગ્નની સિઝન ચાલી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે એક બાદ એક ટીવી કપલથી લઈને સેલેબ્લસ લગ્ન કરી રહ્યા છે ત્યારે આ સમારાચ બાદ વધુ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે જે પ્રમાણે અભિનેતા શુનીલ શેટ્ટી ચતેમની દિકરી અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ચાહકો ઈચ્છે છે કે તેઓ બંને જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. તે જ સમયે, હવે એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કપલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાશે. ડેટિંગ લાઈફનો આનંદ માણ્યા બાદ બંનેએ નક્કી કર્યું છે કે તેઓ લગ્ન કરવા માટે તૈયાર છે. બંનેના આ નિર્ણયથી તેમના માતા-પિતા પણ ઘણા ખુશ છે.આથિયા શેટ્ટીના પરિવારના સભ્યોએ આ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને આ વર્ષના અંત પહેલા લગ્ન કરી લેશે.

સુનીલ શેટ્ટીનો પરિવાર દક્ષિણ ભારતીય છે અને કેએલ રાહુલ પણ દક્ષિણ ભારતનો છે. આવી સ્થિતિમાં અથિયા અને કેએલ રાહુલના લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા મુજબ થશે. જો કે આ બાબતે સુનીલ શેટ્ટી તરફથી હજુ સુધી વધુ પ્રતિક્રિયા આવી નથી.જો કે હવે જોવું રહ્યું કે બન્ને પરિવાર તરફથી આ મામલે ક્યારે સત્તવાર રીતે માહિતી આપવામાં આવશે.

Exit mobile version