Site icon Revoi.in

મુખ્યમંત્રીની જવાબદારીથી મુક્ત થયા બાદ હવે ખૂબ હળવાશ અનુભવું છુઃ વિજય રૂપાણી

Social Share

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત પોતાના હોમ ટાઉન  રાજકોટની મુલાકાતે આવેલા વિજય રૂપાણીનું વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને ભાજપના કાર્યકરો દ્વારા તેમના નિવાસસ્થાને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનો શપથ વિધિનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી  વિજય રૂપાણી અને તેના પત્ની અંજલીબેન ગઈકાલે જ મોટરમાર્ગે  રાજકોટ આવી પહોંચ્યા હતા અને વિજય રૂપાણીના નિવાસ્થાને જાણે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.મોડી રાત સુધી લોકોની અવરજવર ચાલુ રહી હતી અને વિજયભાઇ તથા અંજલીબેને દરેક આગેવાનો તથા કાર્યકરોની શુભેચ્છા મેળવી હતી.

રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાને પત્રકારો સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અમારા પૂર્વજોની માફક મેં સત્તા ત્યાગ કર્યો છે અને હવે હું હળવાશની લાગણી અનુભવું છું નોરિપિટ થિયરીનો સહજતાથી સ્વીકાર કર્યો છે અને સત્તા ન હોય તો પણ કાર્યકર તરીકે કામ કરતો રહીશ.  નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસયાત્રાને વધુ આગળ લઈ જશે તેવો મને વિશ્વાસ છે.    હવે તમારી નવી ભૂમિકા શું રહેશે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે નવી કે જૂની તેવી કોઈ ભૂમિકા હોતી નથી માત્ર કાર્યકર તરીકે કામ કરવાનું હોય છે અમે સતાને સેવાનું સાધન ગણતા હોઈએ છીએ અને તેથી એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર સત્તા મૂકી દેતા હોઈએ છીએ.આતો રીલે રેસ છે અત્યાર સુધી ઝંડો મેં ઉપાડ્યો હતો અને હવે એ ઝંડો ભૂપેન્દ્રભાઈ પટેલને સોંપવામાં આવ્યો છે.

(file photo)