Site icon Revoi.in

કેનેડા બાદ હવે અમેરિકાએ ભારત પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો લગાવ્યો આરોપ

Social Share
દિલ્હી –  કેનેડા બાદ હવે અમેરિકાએ પણ ભારત પર અલગાવવાદીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. થોડા દિવસ પહેલા જ કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાના પીએમના આ આરોપ બાદ બંને દેશો વચ્ચે અકુદરતી તણાવ સર્જાયો હતો. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગયા હતા.
ત્યારે હવે અમેરિકાએ ભારત પર અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ત્યારથી, એવી આશંકા છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ફરી એકવાર ખરાબ સ્તરે પહોંચી જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે  સમાચાર પત્ર  ફાઈનાન્સિયલ ટાઈમ્સે પણ સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકાએ એક શીખ અલગતાવાદીની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સમાચાર પત્રમાં  છપાયેલા અહેવાલ મુજબ અમેરિકાએ પોતાના દેશની ધરતી પર એક શીખ અલગતાવાદીની હત્યાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભાગલાવાદી પન્નુનો ઉલ્લેખ કરી રહ્યા છે.
આ સહિત આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત આ અલગતાવાદીની હત્યાના કાવતરામાં સામેલ હોવાની શંકા છે.જોકે, આ ઘટના ક્યારે બની તે રિપોર્ટમાં સ્પષ્ટ નથી. આ સિવાય હજુ સુધી આ રિપોર્ટમાં લાગેલા આરોપોની અમેરિકા તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ત્યારે આવી સ્થિતિમાં ગુરપતવંત સિંહ પન્નુ, જેની હત્યાના કાવતરામાં અમેરિકા ભારત પર સામેલ હોવાનો આરોપ લગાવી રહ્યું છે. આ સિવાય એક સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ આરોપ ભારત અને અમેરિકાના સંબંધોને બગાડશે.કારણ કે આજ કારણ થી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો ખરાબ થયા હતા .