Site icon Revoi.in

ફ્રાન્સની યાત્રા પૂર્ણ કર્યા બાદ PM મોદી UAE જવા થયા રવાના,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Cairo, June 25 (ANI): Concluding his first State visit to Egypt and the US, Prime Minister Narendra Modi emplaned for India on Sunday. (ANI Photo)

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફ્રાન્સની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાત જવા રવાના થયા છે. UAEમાં PM મોદી સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદીએ મુલાકાત પહેલા કહ્યું હતું કે ગયા વર્ષે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને હું અમારી ભાગીદારીના ભવિષ્યના રોડમેપ પર સંમત થયા હતા અને હું તેમની સાથે ચર્ચા કરવા આતુર છું કે અમારા સંબંધોને વધુ ગાઢ કેવી રીતે કરવું. UAE આ વર્ષના અંતમાં UNFCCC (COP-28) ની 28મી કોન્ફરન્સનું આયોજન કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, “PM @narendramodi એ ભારત-ફ્રાન્સના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરનાર સફળ મુલાકાત પછી ફ્રાંસને વિદાય આપી. PM હવે તેમની મુલાકાતના આગલા તબક્કા માટે અબુ ધાબી માટે વિમાનથી રવાના થયા.

 UAEમાં PM મોદીનો સંભવિત કાર્યક્રમ

સવારે  10.45 કલાકે – આગમન

બપોરે 2:10 કલાકે – ઔપચારિક સ્વાગત, પ્રતિનિધિમંડળની વાતચીત

બપોરે 3.20 કલાકે – લંચ

સાંજે 4.45 કલાકે – દિલ્હી માટે પ્રસ્થાન

PM મોદી ફ્રાન્સની બે દિવસીય મુલાકાત બાદ UAE જવા રવાના થયા છે. જ્યાં તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે અનેક મુદ્દાઓ પર વિસ્તૃત વાતચીત કરી હતી. આ સાથે તેમને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક અને સૈન્ય સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ફ્રાન્સથી નવાજવામાં આવ્યા હતા.