Site icon Revoi.in

દીપિકા પાદુકોણ બાદ હવે પ્રિયંકા ચોપડા MAMI ની ચેરપર્સન બની

Social Share

મુંબઈ : અભિનેત્રી-નિર્માતા પ્રિયંકા ચોપડાને મંગળવારે જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા દીપિકા પાદુકોણ ચેરપર્સન હતી, પરંતુ તેમણે 4 મહિના પહેલા આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

પ્રિયંકા ચોપડાને MAMI બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા નોમિનેટ કરવામાં આવી છે જેમાં નીતા અંબાણી, અનુપમા ચોપડા, અજય બિજલી, આનંદ મહિન્દ્રા, ફરહાન અખ્તર, ઈશા અંબાણી, કબીર ખાન, કિરણ રાવ, રાણા દગ્ગુબાતી, રિતેશ દેશમુખ, રોહન સિપ્પી, સિદ્ધાર્થ રોય કપૂર, વિશાલ ભારદ્વાજ અને ઝોયા અખ્તર સામેલ છે.

પ્રિયંકા આ ખિતાબ મેળવીને ખૂબ જ ખુશ છે અને તે ગર્વની લાગણી અનુભવી રહી છે. તેણીએ કહ્યું કે તે પાવર હાઉસ મહિલાઓ સાથે કામ કરવાની મજા માણવા જઈ રહી છે અને તે આ ફેસ્ટિવલને એક અલગ સ્તર પર લઈ જવાની છે. આ ફેસ્ટિવલે ખૂબ જ ઓછા સમયમાં શોર્ટ ફિલ્મોને લગતું ઘણું સારું કામ કર્યું છે.

તેમણે આગળ કહ્યું કે, હવે આપણે ફિલ્મ અને મનોરંજનને ખૂબ જ અલગ રીતે અનુભવ કરી રહ્યા છીએ. સિનેમાના પદચિહ્નને વધુ વિસ્તૃત કર્યું છે. હું હંમેશાથી ભારતીય ફિલ્મોની મોટી સમર્થક રહી છું. અમે એક મજબૂત પ્લેટફોર્મ બનાવવાની આશા રાખીએ છીએ જેમાં આપણે ભારતીય સિનેમાને દુનિયાને બતાવી શકીએ.