Site icon Revoi.in

દિલ્હી બાદ હવે મુંબઈની આબોહવા થઈ ખરાબ,જાણો અહીં શું છે એર ક્વોલિટી ઈન્ડેક્સ

Social Share

મુંબઈ: મુંબઈમાંથી ચોમાસું જતાંની સાથે જ અને હળવા વરસાદ પછી હવાની ગુણવત્તામાં ઘટાડો થવા લાગ્યો છે. પવનની ગતિના અભાવે નાના કણો લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે જેના કારણે સવારે ધુમ્મસ જોવા મળે છે. દિલ્હીની સાથે હવે મુંબઈની હવા પણ પ્રદૂષિત થવા લાગી છે.બુધવાર એટલે કે 18 ઓક્ટોબરના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) વિસ્તારમાં હવા ગુણવત્તા સૂચકાંક ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો છે. ગત શિયાળામાં મુંબઈ વિશ્વના પ્રદૂષિત શહેરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયું હતું.

શિયાળાના આગમનની સાથે જ ઘણા શહેરોમાં પ્રદૂષણમાં વધારો થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગે છે. દિલ્હી બાદ હવે મુંબઈમાં પણ પ્રદૂષણ વધવા લાગ્યું છે. છત્રપતિ શિવાજી ટર્મિનસનો વિસ્તાર પણ ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો છે.

ગયા શિયાળાની વાત કરીએ તો પ્રદૂષણની બાબતમાં મુંબઈ વિશ્વમાં બીજા ક્રમે હતું. સ્વિસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સની યાદી અનુસાર લાહોર પ્રથમ સ્થાને અને મુંબઈ બીજા સ્થાને હતું. આ ડેટા અનુસાર 29 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચેના એક સપ્તાહમાં મુંબઈ દેશનું સૌથી પ્રદૂષિત શહેર અને વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ હવામાનમાં ફેરફાર સાથે દિલ્હીની હવા ખરાબ થવા લાગી છે. પૂર્વ દિલ્હીના આનંદ વિહાર, નંદનગરી અને દિલશાદ ગાર્ડન જેવા વિસ્તારોની હવા હાલમાં સૌથી વધુ પ્રદૂષિત છે. જો દિલ્હીની વાત કરવામાં આવે તો, રોહિણી, પશ્ચિમ વિહાર, મંગોલપુરી અને નાંગલોઈ જેવા વિસ્તારોમાં હવા નબળા કેટેગરીમાં પહોંચી ગઈ છે.