Site icon Revoi.in

જર્મની અને પોલેન્ડ બાદ હવે દેશમાં પણ રેલ્વે પાટાઓ પર દોડશે હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન

Social Share

દિલ્હીઃ આપણે અત્યાર સુધી સાંભળ્યું હશં કે ટ્રેન વિજળીથી અને કોલસાથી સંચાલિત થાય છે , જો કે પરિવર્તન સાથે ટ્રેનો સીએનજી પર ચાલતી પણ જોવા મળી છે,પરંતુ શું તમે  હાઇડ્રોજન ઇંધણ પર ડોદતી ટ્રેન જોઈ છે, જો નહી તો હવે આપણા જ દેશમાં ટ્રેન હવે હાઈડ્રોજનથી દોડતી જોવા મળેશે.

ગ્રીન ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ક્ષેત્રમાં રેલવેએ મોટી સફળતા મેળવી છે. અત્યાર સુધી જર્મની અને પોલેન્ડમાં આ ટેકનોલોજી સાથે ટ્રેનો ચાલતી જોવા મળે છે. ટૂંક સમયમાં તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે રેલવેએ તેના ડીઝલ એન્જિનને જ રીટ્રોફિટ કરીને હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત ટેકનોલોજી વિકસાવી છે. રેલવે ટૂંક સમયમાં આ ટેકનોલોજીના આધારે ટ્રેનો ચલાવવા માટે બિડ મંગાવશે.

રેલ્વેએ હાઇડ્રોજન ફ્યુઅલ ટેકનોલોજી સાથે ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. તેનો ઉદ્દેશ પોતાને ગ્રીન ટ્રાસંપોર્ટ સિસ્ટમમાં પરિવર્તિત કરવાનો છે. આ યોજના નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન હેઠળ બનાવવામાં આવી છે. ભારતમાં રેલવેને 2030 સુધીમાં કાર્બન-ઉત્સર્જન મુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે.

શરૂઆતમાં, 2 ડેમુ રેકને હાઇડ્રો એન્જિનમાં રૂપાંતરિત કરવામાં આવશે. ત્યાર બાદ 2 હાઇબ્રિડ નેરો ગેજ એન્જિનને હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પાવર મૂવમેન્ટ આધારિત સિસ્ટમોમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવાઈ છે. ભારતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે, 10-કોચની ડેમુ ટ્રેનમાં આવી બેટરી લગાવવામાં આવશે. આવી બેટરી 1600 હોર્સપાવરની ક્ષમતા ધરાવતી ટ્રેનને ખેંચશે.

મુસાફરીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે રેલ્વે આ અભિયાનમાં વ્યસ્ત છે. સમગ્ર ટ્રેકના વીજળીકરણ સાથે હવે હાઈડ્રોજન ઈંધણથી ટ્રેનો ચલાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા દૂર કરવા માટે ડીઝલ એન્જિનને પાટા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે. ડીઝલ જનરેટર સેટને પણ ટ્રેનમાંથી કાઢીને સીધા ઓવરહેડ વાયર સિસ્ટમ સાથે જોડવામાં આવી રહી છે.

આ યોજનાને જોડવા માટે ખાનગી ભાગીદારો પાસેથી ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતીય રેલવે સંગઠને વૈકલ્પિક બળતણ દ્વારા ઉત્તર રેલવેના 89 કિમીના વિસ્તારને પુનઃપ્રાપ્ત કરીને હાઇડ્રોજન ઇંધણ આધારિત ટેકનોલોજીના વિકાસ માટે બિડ મંગાવી છે.આવા એન્જિનથી રેલવેને વાર્ષિક 2.5 કરોડ રૂપિયાની બચત થશે. ઉપરાંત, કાર્બન ઉત્સર્જનને કારણે પ્રદૂષણની કોઈ સમસ્યા રહેશે નહીં.રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે જો ટ્રેક પર ટ્રાયલ સફળ થશે તો ડીઝલ એન્જિનને હાઇડ્રો એન્જિનમાં ફેરવી દેવામાં આવશે. ગ્રીન એનર્જીમાં હાઇડ્રોજન ઇંધણ શ્રેષ્ઠ છે.

Exit mobile version