Site icon Revoi.in

ભારત, અમેરિકા બાદ હવે બેલ્ઝિયમે પણ ચાઈનિઝ વીડિયો એપ ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- ચાઈનિઝ વીડિયો મેકર એપ ટિકટોકને લઈને ઘણા દેશઓએ પ્રતિબંધ લગાવ્યો હતો જેમાં ભઆરત અમેરિકા અને કેનેડાનો સનાવેશ થાય છે જો કે હવે બેલ્ઝિયમ એ પણ ટિકટોક પર પર્તિબંધ જાહેર કર્યો છે.ભારત, અમેરિકા અને ડેનમાર્ક બાદ હવે બેલ્જિયમે પણ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોકને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે.

બેલ્જિયમમાં સરકારી કર્મચારીઓ હવે તેમના કામના ફોન પર ટિકટોકનો ઉપયોગ કરી શકશે નહીં. બેલ્જિયમના વડાપ્રધાને સુરક્ષાને ધ્યાનમાં લેતા  આ જાહેરાત કરી છે. બેલ્જિયમના વડા પ્રધાન એલેક્ઝાન્ડર ડી ક્રૂએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેલ્જિયમની સંઘીય સરકારના કર્મચારીઓને હવે તેમના કામના ફોન પર ચીની માલિકીની વિડિઓ એપ્લિકેશન ટિક ટોકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ સહીત ડી ક્રૂએ જણાવ્યું હતું કે બેલ્જિયમની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ટિકટોક  દ્વારા એકત્રિત કરવામાં આવેલા મોટા પ્રમાણમાં ડેટા સાથે સંકળાયેલા જોખમો વિશે ચેતવણી આપી હતી, જેની માલિકી ચીની ફર્મ ByteDance છે અને કંપની ચીની ગુપ્તચર સેવાને મદદ કરી રહી છે.જેથી આ પગલુ લેવામાં આવ્યું છે.

ભારતમાં પણ 2020માં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ભારતમાં વર્ષ 2020માં તેના  પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે 29 જૂન 2020ના રોજ 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. એપ્સને ડેટા સુરક્ષાને લઈને ખતરો કહેવામાં આવી રહી છે.

ચાઈનિઝ એપ. ટિકટોકની  મુશ્કેલીઓમાં વધારો જ નોંધાઈ રહ્યો છે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ઘણા દેશોમાં ટિકટોક પર સતત પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલયે સરકારી કર્મચારીઓના ફોનમાં ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકામાં પણ સરકારી ગેજેટ્સમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે દેશભરમાં શોર્ટ વીડિયો પ્લેટફોર્મને બંધ કરવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.

વ્હાઇટ હાઉસે ટિક ટોક જેવી જોખમી એપ પર પ્રતિબંધ મૂકવાના બિલને પણ મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં, અન્ય ઘણા દેશોમાં પણ ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની માંગ છે. યુરોપિયન યુનિયન, કેનેડા, તાઈવાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પણ ટિકટોકને આંશિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. અમેરિકાએ ટિકટોકને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે

.તાજેતરમાં જ રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને યુએસ સેનેટે પણ આ અંગે એક બિલ પાસ કર્યું હતું. આ બિલમાં સરકારી કર્મચારીઓ અને સરકારી ગેજેટ્સમાં ટિક ટોકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે, આ સામાન્ય વપરાશકર્તાઓ માટે પ્રતિબંધ ન હતો. સરકારી સાધનોમાંથી શોર્ટ વિડિયો પ્લેટફોર્મ ટિકટોકને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ટૂંક સમયમાં આ અંગે કાયદો ઘડી શકે છે