Site icon Revoi.in

ભારતની જેમ હવે અમેરિકા ટિકટોક પર પ્રતિબંધ મૂકશે ખરા ?

Social Share

ભારતમાં ટીકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ હવે અમેરિકા પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહી છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ કહ્યું હતું કે જો ટિકટોકને અમેરિકામાં કામ કરવું હોય તો તેણે ચીન સાથેના સંબંધો તોડવા પડશે, જ્યારે હવે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિએ ટિકટોક સામે અભિયાન શરૂ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ચીનની વિરુદ્ધ છે. સંક્રમણ ફેલાયા બાદ ટ્રમ્પ ચીનથી વધારે નારાજ છે. દરમિયાન તેણે ચાઇનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોક સામે અભિયાન શરૂ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર દેખીતી રીતે ટિકટોક વિરુદ્ધ એક વિજ્ઞાપન જાહેર કર્યું છે.

એક રિપોર્ટરે ટ્વિટ કરીને ટ્રમ્પની ટિકટોક વિરોધી અભિયાન અંગેની જાણકારી આપી છે. ટ્રમ્પના ટિકટોક અભિયાનની ટેગલાઇન ટિકટોક તમારી જાસૂસી કરી રહ્યું છે. પોસ્ટરમાં ઉપર તરફ લખ્યું છે, TEXT “TRUMP” TO 88022

ડોનાલ્ડ ટ્રમ્પ આ ઝુંબેશ દ્વારા ચીન પર નિશાન તાકી રહ્યા છે અને આગામી ચૂંટણી માટે મતદારોને લુપ્ત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, કારણ કે વિજ્ઞાપન સાથેની લિંક પર ક્લિક કરવાથી એક સર્વે ખુલે છે જેમાં, તમને લાગે છે કે ટ્રમ્પે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવો જોઈએ? જેવા સવાલ પૂછવામાં આવી રહ્યા છે.

(Devanshi)