Site icon Revoi.in

INS વિક્રાંત બાદ નૌસેના બીજું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ખરીદવાની તૈયારીમાં -રક્ષા મંત્રાલય સામે પ્રસ્તાવ રજૂ કરાયો

Social Share

દિલ્હી- દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બની રહી છે પીએ મોદીના અથાગ પ્રયત્નથી આત્મનિર્ભર ભારત હેઠળ સ્વદેશી સાઘનોનું નિર્માણ થઈ રહ્યું છે જે દરેક રીતે ભારતના સંરક્ષણ ક્ષએત્રમાં મોટી સિદ્ધી છે,જેના થકી દેશની સેવાઓને સાઘનો પુરા પાડવામાં આવી રહ્યા છે સ્વદેશી  બનાવટના કારણે રોજગારીની તકો સાપડી રહી છે અને સેનામાં જરુરી ઉપકરણો સામેલ થી રહ્યા છે ત્યારે હવે જો દેશની નૌસેનાની વાત કરીએ તો હવે તે બીજુ સ્વેદેશી વિમાન વાહક પોત ખરિદવાની તૈયારી કરી રહ્યું છે.

 નેવી INS વિક્રાંત માટે 26 નવા રાફેલ ફાઇટર એરક્રાફ્ટ પણ મેળવવા જઈ રહી છે અને સ્વદેશી ટ્વીન એન્જિન ડેક એલ-આધારિત ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાનું પણ વિચારી રહી છે, જે હવે ત્રણ કેરિયર્સ પર તૈનાત કરવા માટે મોટી સંખ્યામાં બનાવવામાં આવશે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે  ભારતીય નૌકાદળે કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવનાર બીજા એરક્રાફ્ટ કેરિયર માટે કેન્દ્ર સરકારને મહત્વનો પ્રસ્તાવ મોકલ્યો છે. અધિકારીઓએ કહ્યું કે સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રમાં પીએમ  મોદીના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર ચર્ચા કરશે. તે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર-2 તરીકે ઓળખાશે.

જાણકારી પ્રમાણે સંરક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત કાર્યક્રમ હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર ચર્ચા કરશે.  ત્યાર બાદ જો એક વખત IAC-2 પર કામ સરકાર દ્વારા મંજૂર થઈ જાય તો આ પ્રોગ્રામ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કેરળમાં હજારો પ્રત્યક્ષ અને ઘણી વખત પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોચીમાં શરૂ કર્યું હતું. કોચીન શિપયાર્ડ લિમિટેડ  દ્વારા બનાવવામાં આવેલ આ એરક્રાફ્ટ કેરિયરની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.નેવીને ત્રણ એરક્રાફ્ટ કેરિયર જોઈએ છે જેથી દરેક કિનારે એક એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરી શકાય અને એકનું સમારકામ કરી શકાય. ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સ સાથે, નેવી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તૈનાત તમામ નૌકાદળ સાથે સંકલન જાળવી શકશે.

 

Exit mobile version