Site icon Revoi.in

કાનપુર બાદ હવે આગ્રામાં બે સમુદાયો વચ્ચે અથડામણ,નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના કાનપુર બાદ આગ્રામાં નજીવી બાબતે બે સમુદાયો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો.મળતી માહિતી મુજબ આખી ઘટના બાઇકની નજીવી ટક્કરથી શરૂ થઈ હતી.તાજગંજના બસાઈ ખુર્દ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો.બસાઈ ખુર્દ વિસ્તારમાં રોડ બનાવવામાં આવી રહ્યો છે અને બંને બાજુ ટાઈલ્સ પડી છે.ત્યાંથી એક મોટર સાયકલ ચાલક પસાર થઈ રહ્યો હતો.ત્યારે તેની મોટરસાઈકલ સ્લીપ થઈ અને એક વ્યક્તિ સાથે અથડાઈ.આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો અચાનક પથ્થરમારામાં ફેરવાઈ ગયો હતો.

બંને તરફથી ભારે પથ્થરમારો થયો હતો.પથ્થરમારાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.તે જ સમયે, કાનપુર બાદ હવે આગ્રામાં પથ્થરમારાને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે.બીજી તરફ કાનપુર હિંસા કેસમાં પોલીસે રવિવારે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, આ સાથે અત્યાર સુધીમાં કુલ 29 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,કાનપુર હિંસાના મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મી સહિત ધરપકડ કરાયેલ લોકોને રવિવારે વિશેષ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રમોદ કુમારે કહ્યું કે,સોમવારે એટલે કે આજે, આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે.તેમણે કહ્યું કે,રવિવારે વધુ પાંચ આરોપીઓની ધરપકડ સાથે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 29 થઈ ગઈ છે. જ્યારે 100થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે.