Site icon Revoi.in

ફિલ્મ ‘ઘ કેરળ સ્ટોરી’ મધ્યપ્રદેશ અને યુપી બાદ હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી કરાઈ

Social Share

દિલ્હીઃ ફિલ્મ ઘ રેકળ સ્ટોરી જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી જ ચર્ચાનો વિષય બની છે, લવજેહાદની કહાનિ પર અને સત્ય ઘટના પર આઘારિત આ ફિલ્મ  યુવતીઓએ અવશ્ય જોવા  જેવી ફિલ્મ છે, જો કે આ ફિલ્મનો કેટલાક રાજ્યોએ વિરોધ પણ કર્યો છે તો કેટલાક રાજ્યોએ ફિલ્મ પર પ્રતિબંધ જાહેર કર્યો છે તો કેટલાક રાજ્યોને ફિલ્મને કર મૂક્ત કરી છે.

સૌ પ્રથમ મધ્યપ્રદેશની સરકારે આ ફિલ્મને કર મૂક્ત જાહેર કરી ત્યાર બાદ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરી ત્યારે હવે આ બન્ને રાજ્યની જેમ હરિયાણામં પણ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

: હરિયાણામાં વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ પહેલા આ ફિલ્મને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી હતી. હરિયાણાના આબકારી અને કર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. જો કે, ફિલ્મને લઈને વિવાદ ચાલુ છે અને ફિલ્મને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.

રાજ્યના સીએમ  મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, કેરળ સ્ટોરીને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે  અદા શર્મા અભિનીત આ ફિલ્મ 5 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કેરળમાંથી હજારો મહિલાઓના કથિત રીતે ગાયબ થઈ જવાની વાત છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે કેરળની મહિલાઓને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવામાં આવી હતી અને તેમને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટમાં ભરતી કરવામાં આવી હતી.આ સ્ટોરી યુવતીોને લવજેહાદ જેવી ઘટનાઓથી સાવધાન રહેવાનું સૂચવે છે.