દિલ્હી: પાપુઆ ન્યુ ગિની, ચીન અને તિબ્બતમાં ભૂકંપના આંચકાઓ બાદ હવે રશિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે નોર્થ કોસ્ટ વિસ્તારમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર રશિયાના પ્રશાંત તટથી 100 કિલોમીટર નીચે હતું. ભૂકંપની આ તીવ્રતા સુનામીની સંભાવના વધારે છે. ઈમરજન્સી મામલાઓ પર નજર રાખતા રશિયન મંત્રાલયે કહ્યું કે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે. વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ભૂકંપના આંચકાના કારણે ગ્રોસરીમાં સામાન વેરવિખેર પડ્યો છે. દુકાનનો લગભગ સામાન જમીન પર આવી ગયો છે. 20 સેકન્ડની વીડિયો ક્લિપમાં ભૂકંપનું ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે. ઘરની અંદર રેકોર્ડ થયેલા વીડિયોમાં આખું ઘર ધ્રૂજી રહ્યું છે.
રશિયાના કામચાટકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીંથી સામે આવેલી કરિયાણાની દુકાનના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સામાન જમીન પર વેરવિખેર થઈ ગયો છે. કરિયાણાની દુકાનદારોને મોટું નુકસાન થવાની સંભાવના છે.
આ પહેલા પાપુઆ ન્યુ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જોરદાર ભૂકંપના આંચકા બાદ અહીં સુનામીને લઈને કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.