Site icon Revoi.in

મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓ બાદ ઓરંગાબાદમાં પણ લોકડાઉન લાગુ કરાયું

Social Share

મુંબઈ – સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને લઈને દેશના કેટલાક રાજ્ય અને શહેરોમાં લોકડાઉન કરવાની ફરજ પડી રહી છે ત્યારે હવે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ અઠવાડિયાના અંતે એટલે કે શનિવાર અને રવિવારના રોજ હશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે આ કડક પગલું ભર્યું છે.ઓરંગાબાદમાં કોરોનાથી અત્યાર સુધી 57 હજાર 755 લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી 5 હજાર 569 કેસ હાલમાં પણ સક્રિય જોવા મળી રહ્યા છે.જે ચિંતાનો વિષય છે જેને લઈને હવે સરકાર અનેક પગલા ભરી રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર કોરોનાનું સંક્રમણ રોકવા માટે સતત સક્રિય રહે છે ,જેને લઈને ઓરંગાબાદ પહેલા નાગપુર સહિત અન્ય જિલ્લામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઓરંગાબાદ પહેલા મહારાષ્ટ્રના ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવી ચૂક્યું છે.ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને 12 માર્ચે રાત્રે 8 વાગ્યાથી અકોલા જિલ્લામાં લાગુ કરાયું છે, જે 15 માર્ચના સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. તે જ સમયગાળા દરમિયાન પરભણી જિલ્લામાં સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, જ્યારે પુણેમાં રાતે 11વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય નાગપુરમાં 15 થી 21 માર્ચ સુધી લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે.

સાહિન-