Site icon Revoi.in

શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે આ દેશમાં ભારતીયોને મળશે ફ્રી વિઝા,રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

Social Share

દિલ્હી: આર્થિક વિકાસ માટે મલેશિયા હવે શ્રીલંકા અને થાઈલેન્ડના માર્ગે ચાલી રહ્યું છે. મલેશિયાએ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે ફ્રી વિઝા આપવાનું પણ કહ્યું છે.જો કે, મલેશિયાએ આ સિસ્ટમને ચીની નાગરિકો માટે પણ ખોલી દીધી છે, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. મલેશિયા ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપનારો ત્રીજો એશિયાઈ દેશ છે. હાલમાં મલેશિયામાં સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન, તુર્કી, જોર્ડનના નાગરિકોને આ સુવિધા મળે છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન અનવર ઈબ્રાહિમના નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ફ્રી વિઝા મુક્તિ સુરક્ષા મંજૂરીને આધીન રહેશે. તેમણે એમ પણ કહ્યું કે ગુનાહિત રેકોર્ડ ધરાવતા અને હિંસાનું જોખમ ધરાવતા લોકોને આ છૂટનો લાભ મળશે નહીં. વડા પ્રધાને કહ્યું કે દેશના ગૃહ પ્રધાન સૈફુદ્દીન નાસુશન ઈસ્માઈલ ટૂંક સમયમાં તમારી સાથે વિઝા મુક્તિ સંબંધિત વધુ માહિતી શેર કરશે.

આ પહેલા ચીને મલેશિયાના નાગરિકો માટે 15 દિવસની વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરી હતી. મલેશિયાના વડાપ્રધાને ચીન સરકારનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આવતા વર્ષે બંને દેશો મલેશિયા અને ચીન રાજદ્વારી સંબંધોના 50 વર્ષની ઉજવણી કરશે.

આંકડા અનુસાર, છેલ્લા નવ વર્ષમાં વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યા 1.4 થી વધીને 2.7 કરોડ થઈ ગઈ છે. કોવિડ રોગચાળાને કારણે પ્રવાસન ક્ષેત્ર નોંધપાત્ર રીતે પ્રભાવિત રહ્યું હોવા છતાં, લોકડાઉન પ્રતિબંધો હળવા કર્યા પછી, પ્રવાસી ક્ષેત્રમાં મુસાફરોની અવરજવર ફરીથી વધવા લાગી છે.