Site icon Revoi.in

ફાર્મસીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ હજુ 2300 બેઠકો ખાલી, 11મીથી બીજો રાઉન્ડ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ રાજયની ફાર્મસી કોલેજોમાં પ્રવશના પ્રથમ રાઉન્ડના અંતે 2300 બેઠકો ખાલી રહી છે. આ બેઠકો માટે આગામી 11મી સપ્ટેમ્બરથી પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં ફાર્મસીની 2300 બેઠકો ખાલી હોવા છતાં કેટલીક નવી કોલેજોએ કાઉન્સિલ સમક્ષ મંજુરી માગી છે. અને કહેવાય છે. કે, 11 જેટલી નવી કોલેજોને મંજુરી અપાશે. તો બીજી 1300થી વધુ બેઠકો વધશે.

રાજ્યમાં પેરા મેડિકલની વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ફાર્મસીમાં પ્રવેશ માટે પહેલો રાઉન્ડ પુરો કરી દેવામાં આવ્યો હતો. પહેલા રાઉન્ડના અંતે 300 બેઠકો નોન રીપોર્ટિંગ અને 2 હજાર બેઠકો નોન એલોટમેન્ટ રહી હતી. આમ, 2300 બેઠકો ખાલી પડી હતી. આટલી બેઠકો ખાલી હોવાછતાં પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી ફાર્મસીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં ફાર્મસીની ખાલી પડેલી અને હવે પછી નવી મંજુર થનારી બેઠકો માટે નવો રાઉન્ડ શરૂ કરવામાં આવશે. પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી હોવા છતાં અંદાજે 11 નવી કોલેજોએ મંજુરી આપવામાં આવે તો 1360 બેઠકોનો વધારો થાય તેમ છે. હાલમાં 2300થી વધારે બેઠકો ખાલી છે અગામી દિવસોમાં વધુ 1360 બેઠકોને મંજુરી મળી તેમ છે. આમ, 2500થી વધારે બેઠકો બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. પેરા મેડિકલમાં જે વિદ્યાર્થીઓને ઇચ્છીત બ્રાન્ચમાં પ્રવેશ ન મળે તેઓ છેલ્લે ફાર્મસીમાં પ્રવેશ લેતાં હોય છે. પેરા મેડિકલની પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ હવે ફાર્મસીની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 11મીથી બીજો રાઉન્ડ શરૂ કરાશે. આ માટેનો વિસ્તૃત કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.