Site icon Revoi.in

પીએમ મોદી જી 20 સમ્મેલન બાદ વિદેશી મહેમાનોને જૂના કિલ્લામાં રાત્રી ભોજન કરાવશે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સમજાવશે મહત્વ.

Social Share

દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ ત્યારથી અનેક બેઠકોનો દોર શરુ થઈ ચૂક્યો છે વિદેશમંત્રીઓની અવર જવર ભારતમાં શરુ છે ત્યારે હવે જી 20ને લઈને ઘણી મહત્વની વિગતો સામે આવી રહી છે  જાણકારી પ્રમાણે G-20 કોન્ફરન્સ દરમિયાન આવનારા વિદેશી મહેમાનોને પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી વાકેફ કરવામાં આવશે.

આ સહીત પીએમ મોદી વિદેશી મહેમાનોને ભારતીય સંસ્કૃતિથી પરિચિત કરવા માટે પુરાણા કિલા ખાતે જી-20 સમિટ પછી રાત્રિભોજનનું આયોજન કરશે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર જૂના કિલ્લામાં રાત્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ સહીત સિવાય લાલ કિલ્લો, અક્ષરધામ મંદિર અને કર્તવ્ય પથ પર રાત્રિભોજન પીરસવાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. આ માટે દેશની સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસે પણ તૈયારીઓમાં લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે જી-20 સમિટ 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનાર છે તે પહેલા જ અનેક તૈયારીઓ થી રહી છે.

જી 20માં કુલ 29 દેશોના વડાઓ અને 15 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સામેલ થશે. વિદેશ મંત્રાલયમાં તૈનાત એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી મહેમાનોને ભારતીય સંસ્કૃતિથી વાકેફ કરવા માટે 9 અને 10 સપ્ટેમ્બરની રાત્રે ડિનર નું આયોજન કરશે.

આ સહીત વિદેશી મહેમાનોને  મુઘલોએ અહીં ક્યારે અને શું બનાવ્યું અને શું નષ્ટ કર્યું તે અંગે માહિતી આપવામાં આવશે. અમિત શાહ તૈયારીઓ પર ખાસ નજર રાખી રહ્યા છે. દિલ્હી પોલીસે તેની તૈયારીઓ અંગે ગૃહ મંત્રાલયમાં ડિજિટલ પ્રેઝન્ટેશન આપ્યું હતું. દિલ્હી પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વિશે જણાવ્યું.