Site icon Revoi.in

મોરબી ઘટના બાદ અમદાવાદનું તંત્ર એલર્ટ – હવે અટલ બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યાની લિમીટ નક્કી કરાઈ

Social Share

અમદાવાદઃ- રાજકોટના મોરબીમાં 30 તારીખને રવિવારની સાંજે ધુલતો પુલ તૂટવાની ઘટના બની જેમાં 150 થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી છે, અનેક લોકોના કહેવા પ્રમાણએ આ બ્રીજની ક્ષમતા કરતા વધુ મુલાકાતીઓ બ્રીજ પર ઊભા હતા જેના કારણે પણ ઘટના ઘટી હોવાનો તર્ક લગાવી શકાય છે જો કે મોરબીની ઘટના બાદ હવે અમદાવાદ તંત્ર એલર્ટ બન્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે એમદાવાદના અટલ બ્રિજ પર શનિવાર રવિવારની રજાઓમાં અંદાજે 5 હજારથી વધુ લોકો મુલાકાત લેસા હોય છે, જો કે અટલ બ્રીજની ક્ષમતા 12 હજાર લોકોનો વજન વેઠવાની છે, છત્તા પણ મોરબી બાદ હવે અહીના મુલાકાતીઓની મર્યાદા નક્કી કરીને ઘટાડવામાં આવી છે

આ બ્રીજ પર ભલે 12 હજાર લોકોની ક્ષમતા હોય પરંતુ એલર્ટ રહીને હવે એક સમયે માત્ર 3 હજાર મુલાકાતીઓને જ એન્ટ્રી આપવામાં આવશે, જેથી કરીને મોરબી જેવી ઘટના ફરી ન બને.ઉલ્લેખનીય છે કે અટલ બ્રીજ પર હજારો પ્રવાસીઓ આવતા હોય છે વિકેન્ડમાં અહી લોકમેળો ઊભરાતો હોય છે ત્યારે કોઈ પણ ઘટના બને તે પહેલા જ મોરબીની ઘટનાને જોઈને અમદાવાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.

અટલ બ્રિજ પર હવે દર કલાકે મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો નિર્ણય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. અટલ બ્રિજ પર હવે એક કલાકમાં માત્ર 3000 મુલાકાતથીઓ જ પ્રવેશ મેળવી શકશે તેનાથી વધારે એક પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. આ નિર્ણ ખાસ લોકોની  સલામતીને ધ્યાનમાંલેતા લેવાયો છે.