Site icon Revoi.in

હરિયાણામાં હિંસા બાદ અનેક જીલ્લાઓમાં 5 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવા બંધ

Social Share

હરિયાણાના નૂહમાં ઘાર્મિક યાત્રા દરમિયાન થયેલા પત્છરમારા બાદ સ્થિતિ વણસી હતી ્ને હિંસા ફેલાઈ હતી નૂહથી શરુ થયેલી હિંસા અનેક જીલ્લાઓ સુધી પહોંચી હતી જેને જોતા ઈન્ટરેનેટ સેવાઓ બંઘ કરવામાં આવી હતી ત્યારે વઘુ 5 ઓગસ્ટ સુઘી અનેક જીલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંઘ રાખવામાં આવશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ રમખાણોમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જેમાંથી બે હોમગાર્ડ અને ચાર નાગરિક છે. સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. તે જ સમયે, મુખ્ય મંત્રી મનોહરલાલે હિંસામાં થયેલા નુકસાનને માત્ર બદમાશો પાસેથી વસૂલવાની જાહેરાત કરી હતી.

આ સહીત  સરાકે સરકારે શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે નૂહ, ફરીદાબાદ અને પલવલ જિલ્લાના અધિકારક્ષેત્રમાં અને ગુરુગ્રામ જિલ્લાના સોહના, પટૌડી અને માનેસર પેટા વિભાગોના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં 5 ઓગસ્ટ સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.જેથી કરીને કોઈ પણ પ્રકારની ખઓટી અફવાઓ વીડિયો કે માહિતી ફેલાવી ન શકાય