દિલ્હી – દેશભરમાં સતત મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે વિતેલા વર્ષ દરમિયાન પેટ્રોલ ડિઝલના ભાવ ભળકે બળ્યા હતા.ત્યાર આ વર્ષે ચોમાસું આવતા ટામેટા,આદુ મરચા સહીતના શઆકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે હજી આમાથી રાહત થઈ નથી ત્યા તો હવે કોર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે.
રાજ્ય સંચાલિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ રાષ્ટ્રીય રાજધાનીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની વેચાણ કિંમત 7 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1 હજાર 773 રૂપિયાથી વધીને 1, હજાર 780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ચૂકી છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધઘટ નોંધાઈ હતી જેની સૌથી વધુ અસર કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં જોવા મળી હતી. આ વર્ષે માર્ચમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, મે મહિનામાં તેમની કિંમતોમાં રૂ. 171.50નો ઘટાડો પણ નોંધાયો છે.ત્યારે ફરી એક વખત કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે.