Site icon Revoi.in

અગ્નિપથઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીર’ માટે કરી મોટી જાહેરાત 

Social Share

મુંબઈ:અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ ચાલી રહ્યો છે.આ દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક મોટી જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,ચાર વર્ષની સેવા બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રુપમાં કામ કરવાની તક મળશે.

અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂને કરવામાં આવી હતી, ત્યારથી સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધીઓનું કહેવું છે કે,યોજનામાં પેન્શન નાબૂદ કરવામાં આવ્યું છે, જ્યારે સેવા માત્ર ચાર વર્ષ સુધી મર્યાદિત છે, જે સારી નથી.આર્મીમાં જોડાવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ છે કે ચાર વર્ષ પછી તેઓ નિવૃત્ત થશે ત્યારે તેઓ શું કરશે?

અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ જે પ્રકારની હિંસા થઈ રહી છે તેનાથી હું દુઃખી અને નિરાશ છું. ગયા વર્ષે જ્યારે આ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે અગ્નિવીરને જે શિસ્ત અને કૌશલ્ય મળશે તે તેને નોંધપાત્ર રીતે રોજગારીયોગ્ય બનાવશે. વધુમાં લખ્યું હતું કે મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોને અમારી સાથે ભરતી (નોકરી) કરવાની તક આપશે.

આનંદ મહિન્દ્રાને એ પણ પૂછવામાં આવ્યું હતું કે,તેઓ અગ્નિવીરોને કંપનીમાં કયું પદ આપશે? તેના પર લખવામાં આવ્યું હતું કે, ‘લીડરશિપ ક્વોલિટી, ટીમ વર્ક અને ફિઝિકલ ટ્રેઇનિંગ અગ્નિવીરના રૂપમાં ઈન્ડસ્ટ્રીને માર્કેટ તૈયાર પ્રોફેશનલ્સ આપશે. આ લોકો વહીવટ, સપ્લાય ચેન મેનેજમેન્ટનું કામ ગમે ત્યાં કરી શકે છે. ઉલ્લેખનીય છે કે,અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં પ્રદર્શનકારીઓએ ઘણી ટ્રેનોને આગ ચાંપી દીધી હતી.એકલા બિહારમાં જ રેલવેને 700 કરોડનું નુકસાન થયું છે.