Site icon Revoi.in

કૃષિમંત્રી રાઘવજી પટેલે ફિશરીઝ કચેરીની લીધી ઓચિંતી મુલાકાત, અધિકારીઓમાં ફફડાટ

Social Share

ગાંધીનગર :  ગુજરાતમાં સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સમયસર આવતા ન હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે તેમના વિભાગ હેઠળ આવતી ફિશરીઝ કચેરીઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે કૃષિમંત્રી ઓફિસ શરૂ થાય તે પહેલા જ ફિશરીઝ કચેરીમાં આવી પહેચ્યા હતા. તેથી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ગુજરાતમાં ભાજપ સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ  સૌથી વધુ એક્ટિવ  રાઘવજી પટેલ બન્યા છે. બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ અધિકારીઓ આ માટેની કાર્યવાહીમં લાગ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીઓને પણ ટાસ્ક હોવાથી તેઓ પણ એક્ટિવ થઈ ગયા છે. નવા મંત્રીઓને પણ લેશન અપાઈ રહ્યાં છે. હવે તેમનો હનિમુન પીરિયડ પૂરો થઈ ગયો છે, અને સરકારે સોમથી શુક્રવાર સુધી સચિવાલયમાં બેસી લોકોના કામ કરવાના આદેશો કર્યો છે. મુલાકાતીઓને મળીને મોટા ભાગના પ્રશ્નો ઉકેલાય એ માટે ટાઈમ ટેબલ પણ ગોઠવાઈ ગયું છે.  દરમિયાન  કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુપાલન મત્સ્યોધોગ વિભાગની કચેરીમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.  પટેલ ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટમાં પહોંચ્યા હતા. જેને પગલે ગુલ્લીબાજ અધિકારીઓ ફફડી ગયા હતા. ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની જાણ બહાર મંત્રીની સરપ્રાઈઝ વિઝીટને પગલે વિભાગમાં પણ હલચલ મચી ગઈ હતી. આજદીન સુધી એક પણ મંત્રી આમ કૃષિ વિભાગની મુલાકાતે પહોંચ્યા નથી. હવે રાઘવજીએ અધિકારીઓને સ્પષ્ટ મેસેજ આપી દીધો હતો કે, સમયસર નોકરીએ આવો અથવા ઘરે જ રહો.

સૂત્રોના જણાવ્યા મુજબઅગાઉ કૃષિ ભવન ખાતે રાઘવજી પટેલે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. હવે મંત્રીઓ તો હાજર રહેવા લાગ્યા છે પણ અધિકારીઓ ગેરહાજર રહેવા લાગ્યા છે.  કૃષિમંત્રી રાઘવજી પટેલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. અને કચેરીમાં મોડા આવતા અધિકારીઓની નોંધ કરી હતી. તેથી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.