અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને સતત ત્રણેક દિવસથી રોજના 100થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. જેથી હરકતમાં આવેલા તંત્ર દ્વારા એસટી સ્ટેન્ડ અને એએમટીએસ બસ સ્ટેન્ડ ઉપર કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં ફરીથી 1200 બેટની હોસ્પિટલ ફરીથી કાર્યરત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાયેજ એરિયામાં 16 બેડની વ્યવસ્થાઓ કરવામાં આવી અને ટ્રાયેજ એરિયામાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ તૈનાત કરી દેવાયો છે, 64 આઇ.સી.યું બેડ તૈયાર કરવામાં આવ્યા અને ઑક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે અને તેની સાથે દવાઓનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. ડોક્ટર,નર્સિંગ સ્ટાફ,અને વર્ગ 4 ના કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. આમ કોરોના માટે સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિ.એ જણાવ્યું હતું.
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે એટલું જ નહીં રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9 કરોડથી વધારે કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે.