Site icon Revoi.in

અમદાવાદઃ AMCએ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓને આપી મહત્વની ભેટ

Social Share

અમદાવાદઃ ભાઈ—બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના તહેવારની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. દરમિયાન શહેરમાં એએમસી સંચાલીત એએમટીએસ દ્વારા બહેનોને રક્ષાબંધનની વિશેષ ભેટ આપી છે. આ દિવસે બહેન રૂ.10ની ટીકીટમાં સમગ્ર શહેરમાં એએમટીએસ બસમાં ફરી શકશે.

આ અંગે AMTSના ચેરમેનએ જણાવ્યુ હતુ ,કે દર વર્ષેની જેમ આ વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોને ટિકિટમાં રાહત આપી છે જેમાં 3 ઓગસ્ટે આ બાબત અંગે પરિપત્ર બહાર પાડ્યો હતો. 11 ઓગસ્ટે રક્ષા બંધન નિમિત્તે બહેનો માટે રૂ 10 ટિકિટના દર રાખી આખા દિવસ મુસાફરી કરી શકાશે તેવી અલયાદી વ્યવસ્થા ઉભી કરાઇ છે અને બાળકો માટે 5 રૂપિયા ભાડુ રક્ષાબંધનના પર્વ પૂરતુ રાખ્યુ છે.

સામાન્ય દિવસમાં બસમાં મનપસંદ ટિકિટનું ભાડું 35 જેટલો લેવાય છે જયારે મહિલાઓ પાસેથી 20 અને બાળકો પાસેથી 10 રૂપિયા ટિકિટનું દર લેવાય છે પરંતુ આ વખતે ટિકિટમાં રક્ષાબંધનના દિવસે 50 ટકાની કાપ મૂકવામાં આવી છે.

રક્ષાબંધનના તહેવારને લઈને રાજકોટમાં મનપા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરશે.

(Photo-File)